GSTV
India News ટોપ સ્ટોરી

BREAKING / વિપક્ષના હોબાળા વચ્ચે બંને ગૃહમાં બિલ પાસ, ત્રણેય કૃષિ કાયદા પરત લેવા પર સંસદની અંતિમ મહોર

કૃષિ કાયદો પરત ખેંચવાનું બિલ રાજ્યસભામાં પણ રજૂ કરાયું. કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું. ત્યારે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આખરે કૃષિ કાયદો પરત ખેંચવાનું બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે. જો કે, હાલમાં 30 મિનિટ સુધી રાજ્યસભાને સ્થગિત કરાઇ છે. જ્યારે લોકસભાની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવાઇ છે.

નોંધનીય છે કે, આજથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદા અંગેનું બિલ રજૂ કર્યું હતું જે પાસ થઈ ગયું છે. ત્યારે આ બિલ હવે રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે. તોમરે જ્યારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું ત્યારે વિપક્ષ ચર્ચાની માગણીને લઈ હંગામો કરી રહ્યું હતું. ત્યાર બાદ સ્પીકર ઓમ બિરલાએ 2:00 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

વડાપ્રધાન મોદી પોતે જ માફી માગી ચુક્યા છે તો પછી ચર્ચા કઈ વાતની

વિપક્ષ દ્વારા કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવાની માગણી કરવામાં આવી રહી છે. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સરકાર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી. સરકારના કહેવા પ્રમાણે જ્યારે વડાપ્રધાન મોદી પોતે જ માફી માગી ચુક્યા છે તો પછી ચર્ચા કઈ વાતની કરવાની.

 કોંગ્રેસ દ્વારા MSPની ગેરન્ટી પર કાયદો બનાવવાની અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માગ

કોંગ્રેસ દ્વારા એમએસપીની ગેરન્ટી પર કાયદો બનાવવાની અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે તેલની વધી રહેલી કિંમતો અંગે ચર્ચા કરવા માટે પણ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. રાજ્યસભામાં ખેડૂતો સાથે સંકળાયેલા મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને માકપાએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV