GSTV

કૃષિ નિષ્ણાત પી. સાંઈનાથનું મંતવ્ય, કિસાન કાયદામાં કઈ છે સૌથી વિવાદિત કોલમ

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. સરકાર આ બિલને ખેડૂતોના હકમાં હોવાનું ગણાવી રહી છે જયારે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. એવામાં કૃષિ નિષ્ણાંત પી. સાંઈનાથે પણ આ કાયદાને  મંતવ્ય રજુ કર્યું છે. તેમનું કહેવું છે કે આ જ સમય છે જયારે જે લોકો ખેડૂતો નથી તેમણે પણ આ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનું સમર્થન કરવું જોઈએ.

કૃષિ નિષ્ણાંતનું મંતવ્ય

ખેડૂતોના આંદોલનના મુદ્દે પી. સાંઈનાથએ જણાવ્યું છે કે તાજેતરમાં જ ટ્રેડ યુનિયન અને કર્મચારીઓએ મોટી હડતાલ કરી હતી જેના દ્વારા તેમણે આ નવા કાયદાનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને સમર્થન કર્યું હતું. એવામાં હવે સમય આવી ગયો છે કે સામાન્ય લોકો પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવે અને વિરોધ પ્રદર્શનને સમર્થન કરે.

કૃષિ નિષ્ણાત

કોરોનકાળનો સરકારે ઉઠાવ્યો ગેરલાભ: કૃષિ નિષ્ણાંત

પી. સાંઈનાથના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે એવો કાયદો લાવવાની ભૂલ કરી છે અને આ હાલની પરિસ્થિતિને સમજી નથી શકી. સરકારને લાગ્યું કે જો તે આ સમયે કાયદો લાવશે તો કોઈ વિરોધ નહિ કરી શકે. પરંતુ, સરકારનું આ અનુમાન ખોટું પડ્યું અને આજે હજ્જારો ખેડૂતો રસ્તા પર ઉતારી આવ્યા છે.

કાયદાની કઈ કલમમાં છે સમસ્યા?

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એક કાર્યક્રમમાં કૃષિ કાયદાને લઈને પી. સાઈનાથે કહ્યું કે APMC એક્ટની કોલમ 18 અને 19, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ એક્ટમાં ઘણી સમસ્યાઓ છે જે ખેડૂતોને કોઈપણ પ્રકારની સુરક્ષા નથી આપતી.

પી સાંઈનાથએ જણાવ્યું કે ભારતના બંધારણના આર્ટિકલ 19 દેશના લોકોને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપે છે. પરંતુ, કૃષિ કાયદાના આ એક્ટ કોઈપણ પ્રકારના કાનૂની પડકારો આપતા રોકે છે. તેમાં માત્ર ખેડૂતો જ નહિ અન્ય કોઈપણ તેનો વિરોધ નથી કરી શકતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરકારે ખેડૂતોને જાળમાં ફસાવ્યા : હિંસા અમારા શબ્દકોશમાં નથી, લાલ કિલ્લામાં જે બન્યું તે આંદોલન તોડવાની કાવતરું

Karan

ટ્રેક્ટર રેલી બાદ વણસેલી સ્થિતિને લઈને ખેડૂતોની વહારે આવ્યા દિલ્હી સીએમ, પોલીસ લગાવી રહી છે ખોટા આરોપ: કેજરીવાલ

Pritesh Mehta

હાઈકોર્ટનો ચુકાદો: બાળકીનો હાથ પકડવો અને તેની સામે પેન્ટની ઝીપ ખોલવી તે પોક્સો એક્ટ અંતર્ગત નથી આવતું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!