GSTV
Home » News » ધરતીપુત્રનો વિકાસ: 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ખેડૂતોની આવક

ધરતીપુત્રનો વિકાસ: 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ખેડૂતોની આવક

ભારત એ કૃષિપ્રધાન દેશ છે. દરેક સરકાર ખેડૂતનાં કલ્યાણની અનેક યોજના ચાલુ કરે છે. દરેક વખતે ખેડૂતોની દેવામાફી એ મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો છે. દરેક રાજ્યની સરકારો તેમજ કેન્દ્ર સરકારનાં થાગ પ્રયાસો છતાં જગતનાં તાતની હાલત ઠેરની ઠેર છે. તાજેતરમાં કેન્દ્ર સરકારનાં કબ્જા હેઠળ રહેલા કેન્દ્રિય સાંખ્યિકી કાર્યાલયે ખેડૂતોનીઆ આવકનાં બહાર પાડ્યા છે. જે આંક્ડા જોઈને તમે ચોંકી ઉઠશો.

કેન્દ્રિય સાંખ્યિકી કાર્યાલય(Central statistical office)નાં જણાંવ્યા પ્રમાણે વર્ષ 2018નાં ઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં કૃષિ ઉત્પાદન 2.7ટકાના દરે વધ્યો છે. જો કે ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં આ વૃદ્ધિ દર છેલ્લા 11 મહિનામાં સૌથી નીચો રહ્યો હતો.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા બેઝ વર્ષ 2011-2012 પર આધારિત છે. આ દરમિયાન તે પોતાનાં સૌથી ઓછા સ્તરે 2.04 ટકા પર હતો.જે વર્ષ 1999-2000નાં જીડિપી પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2004માં 1.1 ટકા સુધી નીચે ગયો હતો.

વર્ષ 2018નાં ઓક્ટોબર-ડિસેમ્બરની ત્રિમાસીક આવક સાથે બીજા ત્રીમાસીક ગાળાની પાછલા ત્રિમાસીક ગાળાની આવક કરતા ઓક્ટોબર-ડિસેમ્બર-2017ની તુલનામાં કૃષિ ઉત્પાદન 2.67 ટકા કરતા વધારે હતો. જો કે કિંમતો માં પડતર આવતા તે માત્ર 2.04 સુધી સિમીત રહ્યો હતો. આ દરમિયાન કિમતોમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

આ ડિફ્લેશનની સ્થિતિ છે જે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર 2016 માં થઈ નથી.

આ ત્રિમાસીક ગાળામાં કૃષિ ઉત્પાદન વૃદ્ધિ દર 1.07 ટકા સુધી પહોંચ્યો હતો. તેનાં કારણે ઉત્પાદન લગભગ 6.79 ટકા સુધી પહોંચ્યો હતો.2018નાં ઓક્ટોબર-ડિસેમ્બરમાસમાં ત્રિમાસીક ગાળો સતત એવો ગાળો રહ્યો જેમાં કૃષિ ક્ષેત્રનો જીવીએનાં વૃદ્ધિ દર માત્ર એક આંકડામાં રહ્યો. જીવીએ એવું ઉત્પાદન છે . જે દર વખતની કુલ ઉત્પાદનમાંથી દરેક પ્રકારની કિંમત ઘટાડ્યા પછી પ્રાપ્ત થાય છે. એક રીતે, તે ખેડૂત તેના ઘરે લઈ જાય તે ઉત્પાદનનો આ છેલ્લો ભાગ છે. જીવીએના એક અંકમાં વૃદ્ધિ ચોક્કસ નિરાશાજનક છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!