દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના ફરિદાબાદમાં આવેલી એક હોટલમાં વિકાસ દુબે છુપાયો હોવાના ઈનપુટ મળ્યાં હતાં. તેના આધાર ઉપર ફરિદાબાદ પોલીસે ત્યાં રેડ કરી પરંતુ તેણે વિકાસ દુબે મળ્યો નહીં.પરંતુ ફરિદાબાદ પોલીસે વિકાસ દુબેના એક સાથીની ધરપકડ કરી લીધી છે. પોલીસને શંકા છે કે તે વિકાસની સાથે હતો. આ સમાચાર બાદ યુપી એસટીએફની ટીમ ફરિદાબાદ માટે રવાના થઈ ગઈ છે.
30થી 35 જેટલા જવાનો, અધિકારીએ પાડ્યો દરોડો
કાનપુરના મોસ્ટ વોંટેડ વિકાસ દુબેની તલાશમાં પોલીસે મંગળવારે ફરિદાબાદના બડખલ ચોક ઉપર આવેલી ઓયો ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી. પોલીસની ટીમમાં આશરે 30થી 35 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ સાદી વર્દીમાં હતાં. ગેસ્ટહાઉસ ઉપર રેડ દરમયાન પોલીસે ત્યાંથી વિકાસ દુબેના એક સાથીને પકડી લીધી છે. જો કે પોલીસ આ મામલે કશું કહેવા તૈયાર નથી. ફરિદાબાદમાં દિલ્હી-મથુરા હાઈવે નજીક બડખલ ચોક ઉપર આવેલા ઓયો ગેસ્ટ હાઉસમાં પોલીસે રેડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસને સુચના મળી હતી કે, કાનપુર કાંડનો મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેનો સાથી ત્યાં છુપાયેલો છે. પોલીસે આનન-ફાનનમાં આવીને આ કાર્યવાહી કરી. નજરે જોનારાઓનું કહેવું છે કે, 30થી 35ની સંખ્યામાં આવેલા પોલીસના જવાનો સાદી વર્દીમાં ત્યાં પહોંચ્યાં હતાં. થોડીવાર ત્યાં રોકાયા બાદ તે દળ ત્યાંથી નીકળી ગયું હતું.

સીસીટીવી, રસ્તા, ટોલનાકા ઉપર સઘન તપાસ
કેટલાક પ્રત્યક્ષદર્શી પ્રમાણે ત્યાં ફાયરીંગ પણ થયું હતું. જણાવી દઈએ કે અત્યારે વીસ કલાકથી ઉપર થઈ ચુક્યું છે. યુપી પોલીસની 40 ટીમો તેની શોધખોળ કરી રહી છે. કાનપુર અને તેની આસપાસનો વિસ્તારમાં શોધખોળ હાથ ધરાઈ હતી. યુપી, એમપી બોર્ડર, યુપી નેપાળ બોર્ડર ઉપર યુપી પોલીસ 24 કલાકથી નજર લગાવીને બેઠી છે. કાનપુરથી જનારી દરેક હાઈવે, દરેક રસ્તા, દરેક ટોલનાકાની તપાસ કરવામાં આવી રહી છે. દરરેક ટોલના સીસીટીવી કેમેરા વારંવાર જોવામાં આવી રહ્યાં છે. બંધ પડેલી હોટલો અને ગેસ્ટ હાઉસોની પણ તલાશી લેવામાં આવી રહી છે.
આ ત્રણ સ્થળે હોવાની પોલીસને આશા
તેના દરરેક દુરના અને નજીકના સગા-સંબંધીઓ, જાણતા લોકોના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ છે. પરંતુ વિકાસ દુબેનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. યુપી પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં માત્ર ત્રણ જ સ્થળે વિકાસ દુબેના છુપાવવાની આશા છે. પહેલું કાનપુર અને તેની આસપાસમાં આવેલું કોઈ જાણીતાનું ઘર, બીજું નેપાળ અને ત્રીજુ મધ્યપ્રદેશમાં. પોલીસના જણાવ્યાં પ્રમાણે કોરોનાના કારણે મોટાભાગની હોટલો અને ગેસ્ટ હાઉસ બંધ છે. માટે તેની અહીંયા છુપાવવાની આશા બહું ઓછી છે.
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન
- દિલ્હી હિંસા બાદ ખેડૂત નેતાઓ બેકફૂટ પર: આ નેતાએ માફી માગતા કહ્યું, અમે શર્મસાર, 30મીએ રાખીશું ઉપવાસ
- NCC કાર્યક્રમમાં જોવા મળ્યો યુવાનોનો જોશ, પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર
- ફરી ઉઠ્યો મહારાષ્ટ્ર – કર્ણાટક સરહદી વિસ્તાર વિવાદ: નાયબ મુખ્યપ્રધાને કરી મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગ