ફરહાન અખ્તર: ભાઈ હોય તો શું થયું, ખાલી સોરી બોલવાથી નહીં ચાલે એને તો…..

લગભગ ઘણા મોટા મોટા સ્ટારોની પોલ #metooએ ખોલી હતી. તેમાં એક જાણીતું નામ એટલે કે શાજિદ ખાન. થોડા સમય પહેલા જ ફરહાન અખ્તરે તેનાં પિતરાઇ સાજીદ ખાન અંગે નિવેદન આપ્યું હતું.

ફરહાન અખ્તરે નિવેદનમાં પિતરાઇ સાજીદ ખાન પર થયેલા લૈંગિક આરોપોનાં આક્ષેપો વિશે વાત કરી હતી. ફરહાને જણાવ્યું હતું કે તેના પિતરાઇ સાજીદ ખાનના અયોગ્ય વર્તનનાં લીઘે હું ખરાબ લાગણી અનુભવું છે.

અભિનેત્રી સલોની ચોપરા અને એક પત્રકારે સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ પછી તેણે ‘હાઉસફુલ 4’ ના ડિરેક્ટરનું કામ છોડી દીધુ હતું. જ્યારે આ આરોપો સામે આવ્યા ત્યારે ફરહાન અખ્તરે #metooને ટેકો આપ્યો હતો. ફરહાને કહ્યું કે, દર વખતે આવી જાહેર જીવનની વસ્તું પર હું મારા મંતવ્ય રાખું છું. તો જ્યારે મારા પરિવારના સભ્ય સામે આક્ષેપો થયા હોય ત્યારે મને લાગ્યું કે હવે શાંત રહેવુ એ યોગ્ય નથી. ‘ ફરહાને કહ્યું હતું કે માફી માગવાથી નહીં ચાલે. આ ફરિયાદ અદાલતમાં જવી જોઈએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter