GSTV
Home » News » ફરહાન અખ્તરે વર્કઆઉટ વીડિયો શેર કર્યો, ‘તૂફાન’ ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ

ફરહાન અખ્તરે વર્કઆઉટ વીડિયો શેર કર્યો, ‘તૂફાન’ ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ

ફરહાન અખ્તર અને ફિલ્મનિર્માતા રાકેશ ઓમપ્રકાશ મેહરા ફરીવાર ‘તૂફાન’ ફિલ્મ માટે ભેગા થયા છે. 2013માં તેઓએ ‘ભાગ મિલ્ખા ભાગ’માં સાથે કામ કર્યું હતું. ‘તૂફાન’ ફિલ્મ એક બોક્સરની જિંદગીની સ્ટોરી છે. બોક્સરના કેરેક્ટરમાં ફિટ બેસવા માટે ફરહાન ખૂબ મહેનત કરી રહ્યો છે. ફરહાને ઇન્સ્ટાગ્રામ પર તેનો વર્કઆઉટ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, તૂફાન ઈન મેકિંગ, બોક્સર લાઈફ. આ ઇન્સ્ટાગ્રામ પરના વીડિયોને ગણતરીના સમયમાં જ 50,000થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા હતા.

અગાઉ ભાગ મિલ્ખા ભાગ માટે પણ ફરહાને બોડી ટ્રાન્સફર્મેશન કર્યું હતું જેથી તે કેરેક્ટરમાં ફિટ બેસી શકે. હવે તૂફાન ફિલ્મ માટે પણ તે બોક્સરના કેરેક્ટરમાં ફિટ બેસવા વર્કઆઉટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષનાં અંતમાં શરૂ થઇ શકે છે.

રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ‘અંજુમ રજબ અલીએ એક બોક્સરની આ સુંદર લવ સ્ટોરી લખી છે. આ કોઈ સાચા બોક્સરની સ્ટોરી નથી પરંતુ, કાલ્પનિક પાત્રની સ્ટોરી છે. મને આ સ્ટોરીમાં સૌથું વધુ એ ગમે છે કે, આ વાર્તાનો એક નવો મિજાજ છે. આ એક લોઅર મિડલ ક્લાસમાં સેટ થયેલી સ્ટોરી છે. બોક્સિંગ એ દુનિયામાં ક્યાંય પણ પૈસાદાર લોકોનું સ્પોર્ટ નથી.’

READ ALSO

Related posts

ભારતીય ડેવિસ કપ ટીમની જાહેરાત : ૪૭ વર્ષના લિએન્ડર પેસનો સમાવેશ !

Bansari

મોડું મોડું પણ સલમાનને ભાન થયું કે…. હવે નહીં કરે આવી ફિલ્મો

Arohi

યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!