GSTV
Home » News » સાનિયા મિર્જાના છોકરા સાથે ફરાહ ખાનનો ફોટો થયો વાયરલ, કેપ્શન જોવા લાયક છે

સાનિયા મિર્જાના છોકરા સાથે ફરાહ ખાનનો ફોટો થયો વાયરલ, કેપ્શન જોવા લાયક છે

ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાને પોતાના ઈંસ્ટા એકાઉન્ટથી એક ફોટો શેર કર્યો છે જેમાં તે સાનિયા મિર્જાના છોકરા સાથે નજરે ચડી રહી છે. પ્રખ્યાત બેડમિંટન ખેલાડી સાનિયા અને ફરાહ ખાન બંને સારા મિત્ર છે. તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

તેઓને એક પુત્ર છે જેનુ નામ ઈજાન છે. ફરાહે ફોટો શેર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું હતું, “માય બેબી ઇજૂ અને હું … સુખનો એક બોલ કે જેને પ્રેમાળ હોઈ શકે છે.” આ ફોટો સાનિયા મિર્ઝાએ લીધો છે અને ફરાહ ખાને આ ફોટો માટે કૅપ્શનમાં સાનિયાને ક્રેડિટ આપી છે. ફરાહ લીલો સુટ પહેરેલો છે અને ઈજાન તેની બાજુમાં બેઠો છે.

ફરાહ ખાને એક ફોટોના કૅપ્શનમાં ફોટો લેવા માટે સાનિયા મિર્ઝાની મશ્કરી ઉડાવતા લખ્યું હતું કે, “અદ્ભુત કામ કર્યું છે,  હકીકત છે કે તે 2 સેકંડ સુધી સ્થિર પણ રહી શકતી નથી.” જુદા જુદા વિસ્તાર હોવા છતાં ફરાહ અને સાનિયા સારા મિત્રો છે અને એક મુલાકાતમાં, ફરાહએ કહ્યું હતું કે તેણી સાનિયા મિર્ઝાને તેના એક શોમાં લાવવા માંગે છે.

જો કે, બંનેના અલગ શેડ્યૂલના કારણે  આ શક્ય બન્યૂ ન હતૂ. તે બંનેની મિત્રતા માટે કહેવાય છે કે એકવાર સાનિયા ભારત પાછી આવી હતી ત્યારે એક કપ કોફી પીવા ફરાહ ખાનના ઘરમાં રોકાઈ હતી ત્યાર બાદ આ બંનેની મિત્રતા થઈ હતી. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો ફરાહ ખાને એક ફિલ્મ માટે રોહિત શેટ્ટી સાથે હાથ મિલાવ્યો છે. રોહિત ફિલ્મનું પ્રોડક્શન કરશે અને ડાયરેક્શન ફરાહની જવાબદારી રહેશે.

READ ALSO

Related posts

અમેઝોન અલેક્સા હવે હિંદીમાં કરશે વાત, સંભળાવશે હિંદી ગીતો અને ફિલ્મી ડાયલૉગ પણ

NIsha Patel

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!