GSTV
Home » News » જે 18 કૂતરાને પ્રેમથી પાડ્યા હતા તે જ માલિકને જીવતો ખાઈ ગયા

જે 18 કૂતરાને પ્રેમથી પાડ્યા હતા તે જ માલિકને જીવતો ખાઈ ગયા

અમેરિકામાં અનેક મહિનાઓથી લાપતા બનેલા ટેક્સાસના રહેવાસીને તેમના જ કુતરાઓ એ ફાડી ખાધો હતો અને તેના હાડકા સુધ્ધા છોડયા નહતા. ડીએનએ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે કુતરાના મળમાંથી મળેલા હાડકાના ટુકડા 57 વર્ષના ફ્રેડી મેકના હતા.

કાઉન્ટી શેરિફની ઓફિસના જણાવ્યા અનુસાર, મિક્સ બ્રીડના 18 કુતરાઓએ જ મેકના શરીરના, કપડાંના અને વાળના ટુકડા કરી નાંખ્યા હતા.કુતરાઓએ બેથી પાંચ ઇંચના હાડકાના ટુકડા સિવાય કંઇ જ બાકી રહ્યું નહતું. ‘અમે તો અમારા આખા જીવનમાં ક્યારે પણ સાંભળ્યું નહતું કે આખા માનવીને કુતરાઓ ખાઇ ગયા’એમ શેરિફ ઓફિસના નાયબ અધિકારીએ કહ્યું હતું.

મેકને ગંભીર બીમારી હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે મેકના અવસાન પછી તેને ફાડી ખાધો હતો કે જીવતા જ તેને મારી નાંખવામાં આવ્યો હતો.’ગમે તે હોય, આ ખૂબ જ ગંભીર ઘટના છે. અમારી સંવેદના મેકના પરિવાર પ્રત્યે છે’એમ તેમણે કહ્યં હતું.

મે મહિનામાં મેકના સંબંધીઓએ ફરીયાદ કરી હતી કે માત્ર 4000 લોકોની વસ્તી ધરાવતા ડલ્લાસની દક્ષિણપશ્ચિમે આવેલા વિનસ પાસેથી પોતાના ઘરેથી મેક ગુમ થયો હતો. એપ્રિલ મહિનાના મધ્ય ભાગથી તેના પરિવારને પણ મેકના કોઇ જ ખબર મળ્યા ન હતા.

અત્યંત આક્રમક બની ગયેલા કુતરાઓએ મેકના પરિવારજનોને તેના ઘરમાં આવતા રોક્યા હતા. પરંતુ ડીસ્ટ્રેકશન મેથડનો ઉપયોગ કરી સત્તાવાળાઓ કુતરાઓને દૂર કરી ઘરમાં ઘુસ્યા હતા. તેઓ મેકને શોધી શક્યા ન હતા અને કેટલાક દિવસો પછી તેઓ ઘરની તલાશી લેવા ફરી આવ્યા હતા. ઉંચા ઘાસમાં તેમને કુતરાનો મળ મળ્યો જેમાં માનવીય વાળના, કપડાના અને હાડકાના કેટલાક અંશો હતા.

Read Also

Related posts

એક શહેર જ્યાં રાતના સમયે ઘર ઉપર પડે છે પથ્થર, માનવામાં આવે છે ભૂત-પ્રેત હોઈ શકે

Dharika Jansari

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!