GSTV
Home » News » Video: કાર્તિક સાથે જોઇને સારાને ‘ભાભી’ કહેવા લાગ્યાં લોકો, ભડકેલી એક્ટ્રેસે કાઢી નાંખી ધૂળ

Video: કાર્તિક સાથે જોઇને સારાને ‘ભાભી’ કહેવા લાગ્યાં લોકો, ભડકેલી એક્ટ્રેસે કાઢી નાંખી ધૂળ

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન આજકાલ પોતાની ફિલ્મ ‘લવ આજ કલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંનેની આ ફિલ્મ આજે એટલે કે શુક્રવારે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીની પણ ચર્ચા થઇ રહી છે.

સારા અને કાર્તિક પણ ફિલ્મ પ્રમોશન દરમિયાન એકબીજા સાથે મસ્તી કરવાની કોઇ તક જતી નથી કરતાં. બંનેના અનેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે, જેને જોયા બાદ અંદાજો લગાવી શકાય છે કે તેમની બોન્ડિંગ કેટલી સ્ટ્રોંગ છે.

તાજેતરમાં જ સારા અને કાર્તિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાંક લોકો સારાને ભાભી કહીને બોલાવતા નજરે આવી રહ્યાં છે.

View this post on Instagram

Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

વાયરલ થઇ રહેલા વીડિયોમાં કાર્તિક બાળકો સાથે ફુટબોલ રમતો નજરે આવી રહ્યો છે. ત્યારે જ ત્યાં સારાની એન્ટ્રી થાય છે. સારાને જોઇને એક બાળકે કહ્યું, કાર્તિક ભાઇ જુઓ ભાભી આવી ગઇ. સારા આ સાંભળીને કાર્તિકને કહે છે કે, આ તે જ બોલાવ્યું છે ને? તે બાદ સારા તે બાળકને કહે છે કે, તે ભાભી કોને કહ્યું?

કાર્તિકે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બંને લોકોની બોન્ડિંગ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

તે જ સમયે, વેલેન્ટાઇન ડે પર રિલીઝ થનારી ફિલ્મ ‘લવ આજ કલ’ ને સેન્સર બોર્ડે યુએ સર્ટિફિકેટ સાથે પાસ કરી દીધી છે. સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક અંતરંગ દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને એડલ્ટ સર્ટિફિકેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ ફિલ્મના નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ તેમની તરફથી, ફિલ્મમાં બે દ્રશ્યોમાં ફેરફાર કર્યો, જેના પછી સેન્સર બોર્ડે તેને યુએ સર્ટિફિકેટ સાથે રજૂ કરવાની મંજૂરી આપી. ફિલ્મ લવ આજ કાલ તેની શરૂઆતથી જ ચર્ચામાં છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો કહેવાતો પ્રેમ વધ્યો હતો.

Read Also

Related posts

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!