સોશિયલ મીડિયા પર સ્ટાર સેલિબ્રિટી હોય તો તેને ફોલો કરવાની ચાહકોમાં ઘેલછા હોય છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે આ સ્ટાર્સને ફોલોની જગ્યાએ અનફોલો કરી રહ્યા છે. ઉપરથી તેમની ટીપ્પણીઓ એવા પ્રકારની હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેના પર કોમેન્ટ કરે તે વિવાદાસ્પદ જ બની જાય છે. આવા જ કેટલાક બોલિવુડના સ્ટાર્સ પર નજર કરીએ જેમને ફેન્સ અનફોલો કરી રહ્યા છે.
રાખી સાંવત
રાખી સાંવત લાઇલાઇટમાં ત્યારે આવી જ્યારે મીકા સિંહે તેને ચુંબન કરેલું. એ પછી રાખીના તેવર વધતા ગયા. તેણે પોતાનો સ્વયંવર યોજ્યો અને તેમાં પણ તે પોતાની બડાઇ હાંકતી રહી. સોશિયલ મીડિયા પર પણ તેણે પોતાની વિવાદાસ્પદ પોસ્ટ અને કોમેન્ટ અને છેલ્લે તો વીડિયોથી ચાહકોમાં એવી લોકપ્રિયતા હાંસિલ કરી કે હાલ ફેન્સ તેને અનફોલો કરી રહ્યા છે. ઉપરથી થોડા સમય પહેલા જ રેસલિંગ રિંગમાં રાખીની ધોલાઇ થયેલી તે ચાહકો કેવી રીતે ભૂલી શકે. વિશ્વાસ ન આવતો હોય તો રાખીનો આ વીડિયો જ જોઇ લો. તેના ચાહકો તેને અનફોલો શા માટે કરે છે તેનું તાજુ ઉદાહરણ છે આ.
કમાલ આર ખાન
દેશદ્રોહી નામની ફિલ્મથી કમાલ ખાને પોતાનું નસીબ અજમાવેલું. જે ફિલ્મની અત્યારે કોઇને ખબર નહીં હોય. જે પછી પોલિટિકલ કોમેન્ટ કરી વારંવાર ટ્વીટર પર પોતાની હાજરી આપતો રહ્યો હતો. એક સમય એવો આવ્યો કે તેનું ટ્વીટર ખૂદ ટ્વીટરે જ બંધ કરી દીધું હતું. આ પછી કમાલે ફિલ્મના બે-બાક રિવ્યુ આપ્યા, જેમાં તેણે તમામ સ્ટાર્સની ફિલ્મોનું એવું વિવેચન કર્યું કે હવે લોકો તેની ફિલ્મ સેન્સ પર તેને ફોલોની જગ્યાએ અનફોલો કરી રહ્યા છે.
અભિજીત ભટ્ટાચાર્ય
એક સમયના બોલિવુડના લોકપ્રિય સિંગર અને સૈફ અલી ખાનનું ગીત જબ ભી કોઇ લડકી દેખુથી લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલા આ સ્ટારની પાસે અત્યારે કોઇ કામ નથી. સોશિયલ મીડિયા પર તેણે પોસ્ટ મુકવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી ફેન્સ તેના ફોલોની જગ્યાએ અનફોલોના બટન દબાવી રહ્યા છે. અભિજીત પણ એવા સ્ટારમાંથી એક છે જેનું ટ્વીટરે ટ્વીટર એકાઉન્ટ બંધ કરવું પડેલું.
વિવેક અગ્નિહોત્રી
પોતાના સેક્સિએસ્ટ રિમાર્કથી અભિજીતની માફક જ ચર્ચામાં આવેલા વિવેક અગ્નિહોત્રીનું પણ કંઇક આવું જ થયું. જેને અત્યારે ફોલો કરવાની જગ્યાએ ફેન્સ અનફોલો કરવાનું વધારે પસંદ કરે છે.
એટલે કે તેમની લાઇમલાઇટમાં રહેવાની ઘેલછા. વિવાદોમાં રહેવાની આદત અને કારણ વિનાની કોઇ પણ પ્રકારની કન્ટ્રોવર્સી સોશિયલ મીડિયા પર ખડી કરી નાખતા હોવાના કારણે ફેન્સ પણ હવે તેમને ટ્રોલ કરી કરીને થાક્યા છે.
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ