GSTV

જાણો કેવી રીતે પડ્યું ‘ફેની’ નામ અને કેવી રીતે થાય છે તોફાનોના નામકરણ

કેન્દ્ર સરકારે ‘ફેની’ વાવઝોડાના ભયને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને ભારતીય કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રહેવાનું સૂચન કર્યું છે. ઉપરાંત, માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને પગલે કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના પહેલેથી ચેતવણીઓ આપી દેવામાં આવી છે.

બાંગ્લાદેશે નામ આપ્યું ‘ફેની’
આ જોખમી તોફાન વિશેની એક રસપ્રદ વાત એ છે કે ‘ફેની’ નામ બાંગ્લાદેશના સૂચન પર આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે વાવાઝોડાનું કોઈ નામ હોતું નથી. તોફાનનું નામ આપવાની શરૂવાત 1950ના દાયકામાં શરૂ થઈ હતી. તો ચાલો જાણીએ કેવી રીતે પાડવામાં આવે છે તોફાનોના નામ.

આ રીતે આપવામાં આવે છે નામ
કોઈપણ તોફાનનું નામ આપવા માટે, મૂળાક્ષરોના ક્રમમાં સૂચિ બનેલી હોય છે. જોકે તોફાન માટે Q, U, X, Y, Zથી શરૂ થતા અક્ષરો તોફાન માટે ઉપયોગમાં લેવાતા નથી. એટલાન્ટિક અને પૂર્વીય ઉત્તર પેસિફિક ક્ષેત્રમાં આવતા તોફાનોના નામ આપવા માટે 6 સૂચિ બનાવવામાં આવી છે. છે અને તે જ સૂચીમાથી નામ આપવામાં આવે છે. એટલાન્ટિક ક્ષેત્રમાં આવતા વાવાઝોડા માટે 21 નામો તૈયાર રાખવામાં આવ્યા છે.

ઓડ-ઇવન ફોર્મ્યુલાનો પણ ઉપયોગ થાય છે
ઑડ-ઇવન ફોર્મ્યુલાનો ઉપયોગ તોફાનોને નામ આપવા માટે પણ થાય છે. ઇવન વર્ષો જેમ કે- જો 2002, 2008, 2014માં જો તોફાન આવે તો તેને માણસનું નામ આપવામાં આવે છે. બીજી તરફ ઓડ વર્ષ જેવા કે, 2003, 2005, 2007માં તોફાન આવે તો, તેને સ્ત્રીનું નામ આપવામાં આવે છે. એક નામને 6 વર્ષની અંદર ફરીવાર વાપરી શકાતું નથી. જ્યારે જો કોઈ તોફાને વધારે નુકશાન પહોચાડ્યું હોય તો તે નામને કાયમી માટે રિટાયર કરી દેવામાં આવે છે.

ભારતમાં તોફાનોના નામ આપવાની પ્રક્રિયા શું છે?
ભારતમાં તોફાનોના નામ આપવાની શરૂવાત 2004માં થઈ હતી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, મ્યાનમાર, ઓમાન અને માલદીવ નામોનું એક લીસ્ટ બનાવીને વિશ્વ વિજ્ઞાન સંગઠનને આપી દેવામાં આવી છે. જ્યારે આમાથી કોઈ પણ દેશમાં તોફાન આવે છે ત્યારે તે નામમાંથી એકની પસંદગી કરવામાં આવે છે. કેમ કે આ વખતે નામ આપવાનો વારો બાંગ્લાદેશનો હતો એટલા માટે તેમના મંતવ્ય પ્રમાણે ફેની નામ આપવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!