GSTV

શું તમે પણ લેવા માગો છો ફેન્સી મોબાઈલ નંબર? અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ…

વર્તમાન સમયમાં ફેન્સી નંબરનો ક્રેજ તેજીથી વધી રહ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનો નંબર એવો હોય જે દરેક વ્યક્તિને સરળતાથી યાદ રહી જાય. ફેન્સી નંબરમાં એક જેવા ઘણા ડિજિટ્સ હોય છે. જેને યાદ કરવા ખૂબ જ રળ હોય છે, પરંતુ પ્રશ્ન એ છે કે, આ પ્રકારના નંબર કેવી રીતે લઈએ. તો ચાલો જાણીએ ફેન્સી નંબર લેવા માટે કેવી રીતે અપ્લાઈ કરી શકીએ છીએ.

ફેન્સી નંબર માટે આ રીતે કરો અપ્લાઈ

  • ફેન્સી અથવા VIP નંબર માટે અરજી કરવા માટે પહેલા ગૂગલમાં જઈ અને BSNL Choise Number(ઉદાહરણ તરીકે) શોધવાનુ રહેશે.
  • ત્યારબાદ એક સૌથી ઉપર આપવામાં આવેલી વેબસાઈટ CYMN પર ક્લિક કરવાનું છે.
  • તેને ઓપન કરતાજ એક વિન્ડે સામે આવશે જેમાં અલગ-અલગ ઝોન પ્રમાણે સ્ટેટ આપવામાં આવ્યા છે. તમે જે સ્ટેટમાં રહો છો તેને સિલેક્ટ કરો.
  • પેજ અનલોક થતાની સાથે જ કેટલાક ફોન નંબર તમારી સામે આવી જશે.
  • તેમા બે પ્રકારના નંબર આપવામાં આવ્યા છે એક સિમ્પલ નંબર અને એક VIP નંબર.
  • હવે તમારે ફેન્સી નંબર પર ક્લિક કરવાનુ રહેશે.
  • આ પર ક્લિક કરતા દ તમારી સામે એક નવી ટેબલ હશે. જેમાં એક Cost ના નામથી ઓપ્શન આપવામાં આવ્યુ છે.
  • આ નંબરને ખરીદવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે. દરેક નંબરની કિંમત તેની સામે લખવાની રહેશે.
  • જેમાં તમે તમારી મનપસંદ ડિજિટનો નંબર સર્ચ પણ કરી શકે છે. તે માટે કંટેન્સમાં જઈને સર્ચ કરી શકે છે.
  • તે સિવાય તમે સર્ચ બાય સીરીઝમાં ઓપ્શન હેઠળ પણ નંબર સર્ચ કરી શકે છે.
  • હવે જો પણ નંબર તમારે ખરીદવાનો છે તેને સિલેક્ટ કરો.
  • હવે તેના ઉપર આપવામાં આવેલ રિઝર્લ નંબર ઓપ્શન પર ક્લિક કરવાનુ રહશે. એટલુ કર્યા બાદ એક ડાયલોગ બોક્સ ખુલશે.
  • હવે તેમાં તમને પોતાનુ એક્ટિવ મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે. નંબર નાખતા જ એક તમારા ફોન પર એક પીન આવશે જેને તમારે અહીંયા નાખવાનો રહેશે.
  • તેટલુ કર્યા બાદ તમારો VIP નંબર રિઝર્વ થઈ જશે. રિઝર્વ કર્યા બાદ Fill Application પર ક્લિક કરવાનું રહેશે.
  • તેમાં તમે તમારી માહિતી સબમિટ કરી ઓકે કરવાનુ રહેશે. તે સિવાય તમે કંપનીના નજીકના આઉટલેટ પર જઈને ફોર્મ પણ ભરી શકો છો.
  • તે સાથે કંપનીની ઓફિસ પર જઈને પોતાનો રિઝર્વ નંબર અને અલ્ટરનેટ નંબર જણાવવો હશે. ત્યારબાદ તમારો મનપસંદ નંબર મળી જશે.

READ ALSO

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!