GSTV
Home » News » Video : નિક પર ફિમેલ ફેને ફેંકી બ્રા, પ્રિયંકાએ જે કર્યુ એ ખતરનાક હતું

Video : નિક પર ફિમેલ ફેને ફેંકી બ્રા, પ્રિયંકાએ જે કર્યુ એ ખતરનાક હતું

બોલિવૂડ અને હોલિવૂડની મોખરાની અભિનેત્રી ફિલ્મ સર્જક પ્રિયંકા ચોપરાને પરણેલા અમેરિકી ગાયક નીક જોનસની  તાજેતરની એક કોન્સર્ટમાં એક ચાહકે સ્ટેજ તરફ બ્રા ફેંકી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.વેરાયટી ડૉટ કોમના આ રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરાએ આ બ્રાને ચાહકની ભેટ તરીકે સ્વીકારી લીધી હતી. જોનસ ભાઇઓની આ કોન્સર્ટમાં પહેલીવાર પ્રિયંકાએ હાજરી આપી હતી.

પ્રિયંકાએ આ પ્રસંગની વિડિયો ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકી હતી. આ ક્લીપમાં પ્રિયંકા ભૂરા રંગની બ્રા સાથે સ્ટેજ તરફ જઇ રહેલી દેખાય છે. એણે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા સંદેશામાં લખ્યું, મારા હસબન્ડને મળેલી ભેટ એને હાથોહાથ આપવા જઇ રહી છું… જોનસ ભાઇઓની કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી રહી છું. મને એમને માટે ગૌરવ છે… આ એક ચાહકની ભેટ છે…

જણાવી દઇએ કે ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના છુટાછેડાની ચર્ચા હાલ ચારે બાજુ ફેલાયેલી છે. પ્રિયંકાના લગ્નના ત્રણ મહીના બાદ તલાકની ખબર આવવું ખૂબ ચોકાવનારું છે. પરંતુ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લેટેસ્ટ તસ્વીરોએ તલાકની દરેક ખબરોને અફવા ગણાવી દીધી છે.  

પ્રિયંકા ચોપડાએ નિક જોનસ અને ફેમિલી સાથે રવિવારે સવારે બે તસ્વીરો શેર કરી. આ તસ્વીરોમાં પ્રિયંકા જોનસ ફેમિલી સાથે ખૂબ ખુશ જોવા મળી રહી છે. તસ્વીરોમાં પ્રિયંકાની સાથે જોનસ બ્રદર્સ અને સાસુ-સસરા જોવા મળી રહ્યા છે. પ્રિયંકાનએ તસ્વીરોમાં કેપ્શન લખ્યું, જોનસ બ્રદ્રર્સના પહેલા શોમાં સામેલ થઈ મને ખૂબ ગર્વ છે.

Read Also

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!