GSTV
Home » News » શું ધોનીના કારણે કરિયરનો અંત આવ્યો? આ સવાલનો સેહવાગે આપ્યો આ જવાબ

શું ધોનીના કારણે કરિયરનો અંત આવ્યો? આ સવાલનો સેહવાગે આપ્યો આ જવાબ

મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસ પર વિરેન્દ્ર સેહવાગે કરેલી પોસ્ટ પર એક ફેને કમેન્ટ કરીને ધોનીને સેહવાગના કરિયરનો અંત લાવવા માટે જવાબદાર ઠેરવ્યો. સેહવાગ પોતે આ વાતમાં પડ્યો અને તેણે ફેનની કમેન્ટનો જવાબ આપ્યો.

7 જુલાઈના રોજ મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ હતો. વીરેન્દ્ર સેહવાગે ધોનીનો એક મજેદાર ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, તમારું જીવન આ સ્ટ્રેચ કરતા વધારે લાંબુ અને તમને દરેક વસ્તુમાં ખુશી તમારી સ્ટંપિંગ કરતા વધારે ઝડપી મળે. ઓમ ફિનિશાય નમ:.

આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરીને લખી કે, સેહવાગના કરિયરને ફિનિશ કરનારા એમએસ ધોનીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ત્યારપછી આ કમેન્ટ પર ધોનીના ફેન્સ અને સેહવાગના ફેન્સ એકબીજા સાથે કમેન્ટમાં લડવા લાગ્યા હતા. આખરે સેહવાગે કમેન્ટમાં લખ્યું કે, ખોટું સ્ટેટમેન્ટ.

સેહવાગ જ્યારે કરિયરના અંતિમ પડાવમાં હતો ત્યારે તેના અને ધોની વચ્ચે મતભેદના સમાચાર સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યુ હતું કે, સહેવાગનું કરિયર ધોનીને કારણે સમાપ્ત થયું છે. જો કે સેહવાગે આ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. મહેન્દ્ર સિંહ ધોની અત્યારે T20 અને વનડે સીરિઝ માટે ઈંગ્લેન્ડમાં છે.

Related posts

સૌરવ ગાંગુલીના આવવાથી સિસેક્શન મીટિંગમાં રવિ શાસ્ત્રીની ‘નો એન્ટ્રી’, શા માટે?

Dharika Jansari

મહાપર્વ દિવાળી પહેલાં યાદ કરી લો આ 6 ઉપાય, શુભ રહેશે તમારી દિવાળી

Bansari

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!