GSTV

વિરાટ કોહલીનો અનોખો ફેન જેણે લાખો ખર્ચ કરીને શરીર પર બનાવડાવ્યા છે 16 ટેટૂ, દેશમાં દરેક મેચ જોવા જાય છે

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે ઓડિશાના કટકમાં રમાશે. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. અગાઉ, બંને ટીમો શ્રેણીમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચ જીતવાનો અને શ્રેણી કબજે કરવાનો પ્રયાસ કરાશે. મેચ પહેલા તમામ ચર્ચાઓ વચ્ચે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના એક ચાહકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઓડિશાના બહરમપુરના રહેવાસી પિન્ટુ બહેરાએ વિરાટ કોહલીને લગતા 16 ટેટૂઝ તેના શરીર પર બનાવડાવ્યા છે. બહેરાનું કહેવું છે કે આ ટેટુ બનાવવા માટે તેણે એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. 31 વર્ષના પિન્ટુ બહેરા કહે છે, “હું બાળપણથી જ ક્રિકેટની રમતને પસંદ કરું છું અને વિરાટ કોહલીની રમવાની સ્ટાઈલને કારણે તેનો મોટો ચાહક છું.”

વિરાટ કોહલીના ચાહકે કહ્યું, ‘આને કારણે મેં નક્કી કર્યું છે કે મારા મનમાં તેમના પ્રત્યે જે સન્માન છે તેને હું વ્યક્ત કરું, જ્યારે મેં ટેટુ બનાવવાનું વિચાર્યું ત્યારે 2016 માં, મારી પાસે પૈસા નહોતા. પછી મેં પૈસા બચાવવા માંડ્યા અને તે પછી જઈને મે ટેટૂ બનાવડાવ્યા હતા. ‘

પિન્ટુ કહે છે કે વિરાટ કોહલી દેશમાં જ્યાં પણ મેચ રમે છે, ત્યાં તે જોવા જાય છે. તે કહે છે, ‘હું વિદેશની મેચોમાં જઇ શકતો નથી. જો મને આ માટેની તક મળશે તો હું ચોક્કસ જ જઇશ. ”તેમણે કહ્યું કે તેઓ વિરાટ કોહલીને પણ મળી ચૂક્યા છે. પિન્ટુ કહે છે, “હું વિરાટ કોહલીને ઓક્ટોબરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન વિશાખાપટ્ટનમમાં મળ્યો હતો.” મને આશા નહોતી કે તે મને મળશે અને મને ગળે લગાવશે. ”

READ ALSO

Related posts

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!