GSTV
Home » News » 6 વર્ષના આ બાળક સાથે વૉલમાર્ટે કરી ડીલ, કમાણી છે 75 કરોડ

6 વર્ષના આ બાળક સાથે વૉલમાર્ટે કરી ડીલ, કમાણી છે 75 કરોડ

યુ-ટ્યુબ પર પ્રખ્યાત 6 વર્ષનો રેયાન હવે સ્ટોર બિઝનેસમાં પણ પોતાનુ પગલું ભરવા જઈ રહ્યો છે. રેયાને વૉલમાર્ટની સાથે એક ડીલ સાઈન કરી છે, ત્યારબાદ હવે રમકડાના રિવ્યૂની સાથે રેયાનના રમકડા પણ વેચાશે. આવો જાણીએ શું છે ડીલ અને 6 વર્ષનો બાળક કેવી રીતે લાખો રૂપિયા કમાય છે?

રેયાને પોતાના રમકડાના બ્રાન્ડની ડીલ વૉલમાર્ટ સાથે કરી છે, જેથી વૉલમોર્ટના 2500 અમેરિકી સ્ટોર અને વેબસાઈટ પર તેના પ્રોડક્ટ વેચાશે. ત્યારબાદ ઓક્ટોબરમાં રયાન્સ વર્લ્ડનો વિસ્તાર કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રેયાન યુ-ટ્યુબ પર રમકડાનો રિવ્યૂ કરી વીડિયો પોસ્ટ કરે છે, જેને કારણે ગયા વર્ષે તેમને 11 મિલિયન ડૉલર એટલેકે 75 કરોડ રૂપિયાની આવક થઈ હતી. યૂ-ટ્યુબ સ્ટાર રેયાનનો ચેનલ રયાન ટૉયજ રિવ્યૂ છે. સાથે જ ગયા વર્ષે તેનુ નામ સૌથી વધુ પૈસા કમાવનારા યુ-ટ્યુબમાં 8મા સ્થાન પર રાખવામાં આવ્યું હતું અને તેના 15 મિલિયન સબસ્ક્રાઈબર છે.

તેના એક વીડિયોના હજારોમાં નહીં, પરંતુ કરોડોમાં વ્યૂજ આવે છે અને તેના પરિવારે તેનુ નામ સિક્રેટ રાખ્યુ છે. મહત્વનું છે કે, તેમણે ત્રણ વર્ષની ઉંમરથી જ વીડિયો પોસ્ટ કરવાનુ શરૂ કર્યુ હતું. રાયનનો પહેલો યૂ-ટ્યુબ વીડિયો માર્ચ 2015માં આવ્યો હતો ત્યારે 3 વર્ષના રાયનને એક લેગો બૉક્સ (માટ્ટીના રમકડા)થી રમતો જોયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ વીડિયોના માધ્યમથી બાળકોના રમકડા વેચનારી વેબસાઈટ પૉકેટ વૉચે પણ રેયાન સાથે એક ડીલ કરી હતી. આ વેબસાઈટ રેયાના વીડિયોનો ઉપયોગ કરી તેના રમકડાં, કપડાં અને ઘરના સામાનને બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે.

Related posts

કમલેશ તિવારીની હત્યા પાછળનું નીકળ્યું પાકિસ્તાન કનેક્શન, જાણીને રહી જશો દંગ

Mayur

જે દેશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું તેને મોદીએ આ રીતે દોડતા કરી દીધા

Mayur

ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરશે આ ટીપ્સ, રાખો આટલી વાતોનું ધ્યાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!