GSTV

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર હવે આવકની દ્રષ્ટીએ પણ વિખ્યાત બન્યું

Last Updated on May 16, 2018 by

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર જગવિખ્યાતની સાથોસાથ આવકની દ્રષ્ટીએ પણ હવે વિખ્યાત બન્યું છે, ત્યારે સોમનાથ મંદીરમા ભાવિકોને અપાતો પ્રસાદની આવક હવે 7 કરોડથી પણ વધુ નોંધાઇ છે.

બાર જયોતિલીંગમાં પ્રથમ અને કરોડો લોકોની આસ્થાનુ પ્રતીક એવા વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર પર ભાવીભકતો ભારે આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે ત્યારે  જ એક તરફ સોમનાથ મંદિરનો ઇતીહાસ પુન:નિમાઁણ થઇ રહ્યો હોય તેમજ મંદિર ધીમે ધીમે સુવર્ણમંડીત કરવાની કામગીરી શરુ કરાઇ છે અને હજુ પણ સુવર્ણ દાન દાતાઓ તરફથી આવી રહ્યું છે.

જાણીને નવાઇ લાગશે કે દેશ વિદેશથી આવતા ભાવીકો સોમનાથ મંદિરને શીશ ઝુકાવી અને જે પ્રસાદ લઇ ને જાય છે તેની આવક પણ વર્ષ દરમિયાન 7 કરોડથી પણ વધુ નોંધાઇ છે અને  સોમનાથ ટ્રસ્ટ દ્રારા પણ ભાવીકોને આપવામાં આવતો પ્રસાદ શુધ્ધ અમુલ ઘી, તેમજ નામાંકીત કંપનીઓની ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવી રહ્યો છે .

સોમનાથ મંદીરમા દર્શનાથે વર્ષ દરમિયાન  90 લાખથી વધુ ભાવીકો આવતા હોય છે. મંદીરમાં ભાવીકો માટે વિવિધ પ્રકારના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મગજના લાડું, ચીકી, માંડવી પાક, દેશી લાડું એમ ચાર વસ્તુઓ પ્રસાદ તરીકે કરવામા આવી છે જેમા વર્ષ દરમિયાન  7 કરોડથી વધુ પ્રસાદની આવક નોંધાઇ છે.

આ પ્રસાદ બનાવવા માટે મંદીર પરીષરમાં જ ટ્રસ્ટ દ્રારા વ્યવસ્થા કરાઇ છે  હાઇજેનીક પ્રસાદ ભાવીકોને મળે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ પ્રસાદ બનાવવા માટે અમૂલ કંપનીનુ શુધ્ધ ઘી તેમજ અન્ય નામાંકીત કંપનીઓની ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવી રહ્યો છે. પ્રસાદ બનાવનાર સ્ટાફને પણ સેફ્ટી ગ્લોવ્ઝ પહેરીને, સ્વચ્છતા અંગે પણ પુરતી તકેદારી  રાખવામાં આવે છે. આ પ્રસાદ મંદીર પરીષરમાં જ અલગ-અલગ ચાર જેટલા કાઉન્ટરો રાખી આપવામાં આવે છે.

સોમનાથ મંદીર ખાતે જ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સેમીનાર યોજાયો હતો  જેમાં દિલ્હી, તથા ગુજરાત માથી આવેલા ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ એ પણ સોમનાથ મંદીર પરીષરમા બનતા આ પ્રસાદની જગ્યાની મુલાકાત લીધેલ હતી અને તેમની પ્રશંસા કરેલ હતી.

દેશ અને વિદેશથી આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે સોમનાથ મહાદેવના પ્રસાદનું ખૂબ જ મહત્વ હોય છે અને માત્ર પ્રસાદથી જ તેઓ ધન્ય બને છે તેમજ તેમના સ્નેહીજનો માટે હજ્જારો  કિમી દૂરથી પ્રસાદ લઇને આવે છે ત્યારે લાંબો સમય પ્રસાદ જે તે સિથતી મા જ રહે તે માટે પેકીંગથી લઇને તમામ પ્રકારની સાવચેતી સોમનાથ ટ્રસ્ટ દ્રારા રાખવામાં આવી રહી છે.

 

Related posts

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!