GSTV
News Photos Trending World

બ્લેક હોલ/ આકાશગંગાના ફોટોગ્રાફ લેતા વૈજ્ઞાનિકોને રહસ્યમય બ્લેક હોલ દેખાયું, સેગિટેરિયસ-એે નામથી કરાઈ ઓળખ

આપણી આકાશગંગા વચ્ચે એક મોટું બ્લેક હોલ રહેલું છે. ખગોળવિદોએ હજી સુધીમાં આકાશગંગાની લીધેલી તસવીરો પૈકી આ સૌથી વધુ સ્પષ્ટ તસ્વીર (ફોટોગ્રાફ) છે જેમાં એક બ્લેક હોલ પણ જોવા મળ્યું છે. વિજ્ઞાાનીઓએ તેને સેગિટેરિયસ-એે તેવું નામ આપ્યું છે.

ચીલી સ્થિત યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી (ESO) વેરી લાર્જ ટેલિસ્કોપ ઇન્ટર ફેરોમીટર (VLTI) દ્વારા વિજ્ઞાનીઓ આપણી આકાશગંગાના કેન્દ્રના ફોટોગ્રાફ લઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને ‘રહસ્યમય’ બ્લેક હોલ દેખાયું. જેને તેઓએ સેગિટેરિયસ-એ તેવું નામ આપ્યું જો કે તે માત્ર થોડી સેકન્ડો માટે જ દેખાયું હતું. પછી ગાયબ થઈ ગયું.

વેરી લાર્જ ટેલિસ્કોપ ઇન્ટરફરોમીટર દુનિયાની શ્રેષ્ઠ ઓપ્ટીકલ સ્પેર ઓબ્ઝર્વેટરીમાંથી એક છે તેમાં ૪ ટેલિસ્કોપ છે દરેક ટેલિસ્કોપનો વ્યાસ ૨૭ ફીટ છે તેની સાથે ૪ ઓક્ઝીલરી (સહાયક) ટેલિસ્કોપ છે જેનો વ્યાસ ૬ ફીટનો છે. આ ટેલિસ્કોપ એટલાં બળવાન છે તે આપણી આંખ કરતા (ધૂંધળી હોય છતાં) ૪૦૦ કરોડ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે.

ઇન્ટર ફેરોમીટરી  (Interferometry)  તે એવી ટેકનિક છે કે જેની મદદથી ચાર ટેલિસ્કોપ દ્વારા ખેંચાયેલ જુદા જુદા ફોટોગ્રાફ્સના ‘ડેટા’ જોઈને એક જ ફોટોગ્રાફ બનાવી દઈ શકાય છે. આકાશગંગામાં રહેલા આ સેગિટેરિયસ-એ બ્લેક હોલની લીધેલી તસવીરો પૈકી સૌથી સ્પષ્ટ તસવીર છે.

જર્મની સ્થિત મેક્સ પ્લેંક ઇન્સ્ટીટયૂટ ઓફ એસ્ટ્રો ફીઝીક્સની પોસ્ટ ડોક્ટરલ વિદ્યાર્થિની જુલિયા સ્ટેડલરે કહ્યું કે VLTI એ આપણને અદ્ભુત તસવીર આપી છે. જો હજી સુધીમાં બ્રહ્માંડના અનલિન ઉંડાણની સૌથી સ્પષ્ટ તસવીર છે તે જોઈને અમે આશ્ચર્યચક્તિ થઈ ગયા તેમાં બ્લેક હોલ ફરતા તારાઓની પણ તસવીર મળી આવી છે.

વાસ્તવમાં કોઈપણ બ્લેક હોલ પ્રકાશ ઉર્જિત નથી કરતું તે મૂળભૂત રીતે ઠરી ગયેલા કોઈ સૂર્યનું એડીફન દ્રવ્ય છે તેનું વજન અકલ્પ્ય છે. ગુરૂત્વાકર્ષણ બળ પણ અકલ્પ્ય છે તેમાંથી પ્રકાશ નીકળતો નથી પરંતુ તે બ્લેક હોલની ફરતે ફરે છે તેના દ્વારા અને તે બ્લેક હોલ ફરતા ઘૂમી રહેલા સૂર્યો (તારા)ના પ્રકાશથી આ બ્લેક હોલ જોઈ શકાય છે.

મેક્સ એન્ડ ઇન્સ્ટીટયૂટ ફોર એક્સ્રેટરેસ્ટ્રિયલ ફિઝીક્સ (MPIEP) ના ડાયરેક્ટર અને ૨૦૨૦માં ફિઝિક્સના નોબેલ પ્રાઇસ વિજેતા હીન્હાર્ડ ગેન્જેલે કહ્યું કે, અમે સેગિટેરિયસ છ  ની ચારે બાજુ ચક્કર લગાવતા તારા જોયા છે તે દ્વારા અમે ગુરૂત્વાકર્ષણ શક્તિનો અંદાજ પણ લગાવી શકીએ તેમ છીએ. અંતરિક્ષ સ્થિત આ બ્લેક હૉલ આપણી પૃથ્વીથી સૌથી નજીક ૨૭ હજાર પ્રકાશવર્ષ જેટલું ઓછું દૂર છે તે બ્લેક હોલ એટલું વિશાળ છે કે તેમાં ૪૩ લાખ સૂર્યો સમાઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે બ્લેક હોલનું અસ્તિત્વ સૌથી પહેલા બ્રિટિશ વિજ્ઞાાની સ્ટીફન હોકિન્સે સ્થિર કર્યું હતું.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari
GSTV