GSTV
Home » News » એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

કલકત્તાના એક જાણીતા ફિલ્મમેકર અને રંગમંચના કલાકારની પોતાની જ વિદ્યાર્થીની સાથે રેપના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા દ્વારા જણાવી.

એક અહેવાલ અનુસાર, બુધવારે રંગમંચની એક વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પર પોતાની આપવિતીની પૂરી કહાની જણાવી કે કેવી રીતે અભિનય શીખવવાના બહાને તેના પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો.

પીડિતાનો આરોપ છે કે ફિલ્મમેકર તેને એક્ટિંગમાં મદદરૂપ શ્વાસ લેવામાં મદદ કરતી ટેક્નિક શીખવી રહ્યો હતો. તે બહાને ધીરે-ધીરે તે પીડિતાનું શોષણ કરવા લાગ્યો. તેણે ડિસેમ્બરથી લઇને અત્યાર સુધી અનેકવાર પીડિતા પર બળાત્કાર ગુજાર્યો.

પીડિતાએ છેલ્લે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને પોતાની આપવિતી જણાવી. તે બાદ પીડિતાએ શુક્રવારે સવારે ફૂલબાગાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી.

પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ફૂલબાગાનમાં તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી કલાકારે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

પોલીસે જણાવ્યું કે અમે ફિલ્મમેકરની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે તે જ રંગમંચ સમૂહની અન્ય એક મહિલાએ ફિલ્મમેકર વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી છે.

Read Also

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

આ એક્ટ્રેસને આ રીતે કમર હલાવવાના મળશે 3 કરોડ રૂપિયા, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!