GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ફેમસ પોર્ન સ્ટાર : લગ્ન બાદ જીવે છે સફળ લાઈફ, પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગેરફાયદા સાથે છે આ ફાયદા

પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની સાથે જ તેના ફાયદા અને ગેરફાયદા આવે છે. જ્યારે લોકો એડલ્ટ ફિલ્મ સ્ટાર્સ વિષે વિચારે છે, ત્યારે તેઓ વિચારે છે કે તે એવા લોકો છે જે તેમના જીવનમાં ક્યારેય સ્થાયી નહીં થાય. કારણ કે તેમનો વ્યવસાય એવો છે કે લગ્ન કરવાનું થોડું મુશ્કેલ લાગે છે. જ્યારે વાસ્તવિકતામાં એવું નથી. ચાલો અમે તમને તે પોર્ન સ્ટાર્સ વિશે જણાવીએ કે જેમણે લગ્ન કર્યા પછી સરળ જીવન પસંદ કર્યું.

અનિકા એલ્બરાઈટ


અનિકા એલ્બરાઈટ વર્ષ 2011 માં પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી. તેણે મિક બ્લુ અને માઈસ્ટ્રો ક્લાઉડિયોની સાથે પ્રોડક્શન લેબલ શરૂ કર્યું હતું, જેનું નામ બામ વિઝન ફોર એવિલ એન્જલ હતું. એલ્બરાઈટ બાઈસેક્શુઅલ છે. તેણે 2014માં મિક બ્લુ સાથે લગ્ન કર્યા હતા.

એસા અકીરા


એસા એક પોર્ન ફિલ્મ સ્ટાર, નિર્દેશક અને લેખક છે. તેણે 19 વર્ષની ઉંમરે ડોમિનાટ્રેક્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 2006 થી 2007 સુધી તેમણે લવ સ્પન્જ રેડિયો શોમાં કામ કર્યું. જેમાં તેની મુલાકાત એડલ્ટ સ્ટાર જીના લિન સાથે થઈ હતી. જિનાએ જ એસાને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી.

એશિયા કરેરા


પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એશિયા કેરેરની કારકિર્દી 1993 થી 2003 સુધી ચાલી હતી. તે દરમિયાન તેણે 400 થી વધુ ફિલ્મ્સ અને વીડિયોમાં કામ કર્યું હતું. 1995માં, એશિયાએ એડલ્ટ ફિલ્મ સ્ટાર બડ લી સાથે લગ્ન કર્યા. 2003માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેણે લેખક ડોન લેમન સાથે લગ્ન કર્યા. તેનાથી તેને બે બાળકો પણ છે. થોડા સમય બાદ તેના પતિ ડોન લેમનનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું.

સની લિયોની


સની લિયોનીનું અસલી નામ કરણજીત કૌર વ્હોરા છે. એક અમેરિકન એડલ્ટ ફિલ્મ સ્ટાર સની હાલમાં બોલિવૂડમાં કામ કરી રહી છે. તેણે 2011માં સંગીતકાર ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. તેના થોડા સમય બાદ સનીએ પુત્રી નિશાને દત્તક લીધી અને ત્યારબાદ તેઓએ સાથે મળીને તેમના બંને પુત્રોનું સ્વાગત કર્યું. આ બંને બાળકોનો જન્મ સરોગસીથી થયો હતો.

જેના જેમ્સન


જેના એક અમેરિકન બિઝનેસવુમન, વેબકેમ મોડેલ અને એડલ્ટ ફિલ્મ સ્ટાર છે. તે પોર્ન ઇન્ડસ્ટ્રીની રાણી તરીકે ઓળખાતી હતી. તે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રખ્યાત કલાકાર રહી છે. જેનાએ એડલ્ટ સ્ટાર અને વિક્ડ પિક્ચર્સના ડિરેક્ટર બ્રાડ આર્મસ્ટ્રોંગ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન 10 સપ્તાહ ચાલ્યા હતા.

મિયાં ખલીફા


મિયાએ તેના જીવનના ત્રણ મહિના એડલ્ટ ફિલ્મોમાં આપ્યા છે. તેણે આ કામ વર્ષ 2015માં કર્યું હતું. આ પછી તેણે આ ઇન્ડસ્ત્રીને અલવિદા કહ્યું હતું. વર્ષ 2020માં મિયાએ તેના બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે લગ્ન કર્યા. તેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.

Related posts

ઈયાન બિશૉપે કહ્યુ- વર્તમાનમાં આ બે બેટ્સમેનો સચિન તેંડુલકરની યાદ અપાવે છે

Mansi Patel

Work From Home માટે આ કંપનીઓના પ્લાન્સ છે સૌથી બેસ્ટ, કરી લો એક નજર

Arohi

ઓનલાઇન સેશનમાં પીએમ મોદીએ કહ્યું, જયેશ ક્યા છે દેખાતો નથી, બધુ બરાબર છે?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!