GSTV
Home » News » પુલવામા આત્મઘાતી બોમ્બરનો પરિવાર પણ શોકમાં, દીકરાની કરતૂત પર શર્મિદા

પુલવામા આત્મઘાતી બોમ્બરનો પરિવાર પણ શોકમાં, દીકરાની કરતૂત પર શર્મિદા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા શેતાની હુમલામાં 40 જવાનો શહીદ થયા હોવાથી આખા દેશમાં આક્રોશ છે. આ ભયાનક હુમલાને અંજામ આપનારા 21 વર્ષનો આદિલ અહમદ ડાર કાશ્મીરનો રહેવાસી હતો. આ ઘટનાથી આદિલનો પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. ડારના સંબંધી અબ્દુ રાશિદનું કહેવુ છે કે આ રીતે મૃત્યુ થયુ હોવાથી કોઈ પણ વ્યક્તિ ખુશ કેવીરીતે થઈ શકે.

ઘરથી નિકળ્યો પરંતુ પાછો ફર્યો નહીં

રાશિદે જણાવ્યું કે આદિલે પોતાનો અભ્યાસ છોડી દીધો અને તે નિર્માણસ્થળો પર પણ ક્યારેક-ક્યારેક કામ કરતો હતો. ગયા વર્ષે 19 માર્ચે તે પોતાના ભાઈ સમીર ડારની સાથે ગુમ થયો હતો. તેણે પોતાના પરિવારજનોને કહ્યું હતુ કે તે એક મિત્રને મળવા જઈ રહ્યો છે અને સાઈકલ લઇને નિકળ્યો, પરંતુ ક્યારેય પરત ફર્યો નથી. આદિલના માતા-પિતાએ પોલીસમાં તેના ગુમ થયાની રીપોર્ટ નોંધાવી હતી.

પરિવારજનોએ પાછા આવવાની વિનંતી કરી

થોડા દિવસ બાદ સમાચાર આવ્યાં હતાં કે તેમનો દીકરો ઉગ્રવાદીઓની સાથે ભળી ગયો છે. આ જાણીને પરિવારજનોને ઝાટકો લાગ્યો. તેમણે એક વીડિયો ઑનલાઈન પોસ્ટ કરી દીકરાને ઘર પરત ફરવાની વિનંતી કરી હતી, પરંતુ તે આ શેતાની કામમાં ખૂબ આગળ જતો રહ્યો હતો. આદિલ ગુલામ હસન ડારનો બીજો દીકરો હતો. ગુલામ હસન પુલવામામાં ઘરે-ઘરે જઇને કપડાં વેચે છે. તેનો મોટો ભાઈ લાકડીનુ કામ કરે છે અને નાનો ભાઈ આરિફ શાળામાં અભ્યાસ કરે છે.

બુરહાન વાનીના મોત બાદ પકડ્યો હતો આ માર્ગ

રાશિદે કહ્યું કે તેના પરિવારજનોએ ક્યારેય વિચાર્યુ નહોતું કે આદિલ ક્યારેય આટલો બધો કટ્ટર ઉગ્રવાદી બની જશે નહીં. તેમણે કહ્યું કે 2015માં આદિલ હાફિજ થઇ ગયો હતો. તેણે આખી કુરાન યાદ કરી હતી અને ધર્મ તરફ તેનો ઝુકાવ વધી ગયો હતો. જોકે, રાશિદનું કહેવુ છે કે 2016માં બુરહાન વાનીના મોત બાદ પત્થરબાજી દરમ્યાન તેના પગમાં પેલેટ ગનની ગોળી વાગી હતી. કદાચ ત્યારબાદ જ તે કટ્ટરપંથી બની ગયો હતો.

READ ALSO

Related posts

3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

Mayur

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

મિશન મૂન: ચંદ્રની ડાર્ક સાઈડ પર જ કેમ ઉતારવામાં આવશે ચંદ્રયાન-2?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!