GSTV
Home » News » આજે રાજકોટમાં 3 પરિવાર ઘેરા શોકમાં, 10 લોકોની નીકળી અંતિમ યાત્રા, રૂદનભર્યુ વાતાવરણ

આજે રાજકોટમાં 3 પરિવાર ઘેરા શોકમાં, 10 લોકોની નીકળી અંતિમ યાત્રા, રૂદનભર્યુ વાતાવરણ

રાજકોટમાં આજે હૃદયદ્રવી જાય તેવું રૂદનભર્યુ વાતાવરણ હતું. જ્યારે આંખમાં આંસુ સાથે એ હતભાગીઓની વિદાય થઇ જેઓ ઉત્તરાકાશીમાં ગમખ્વાર અકસ્માતમાં કરૂણ રીતે મોતને ભેટ્યા હતા. રાજકોટના એક બે નહીં પરંતુ 3-3 પરિવારને ઘેરા શોકમાં સરકાવી દેનાર આ ઘટનાથી સમગ્ર કડીયા સમાજમાં આક્રંદનો માહોલ સર્જાયો હતો. રામપરિયા અને ટાંક પરિવાર પર આવી પડેલી આ આફત એવી અણધારી હતી કે હસતા મુખે ચારધામની યાત્રાએ ગયેલા તેમના પરિજનો જ્યારે પરત ફરશે ત્યારે બધાને કાયમ માટે રડાવીને જશે તેવી કોઇએ કલ્પના પણ નહોતી કરી.

રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ટાંક અને રામપરિયા પરિવારના સભ્યો ચારધામની યાત્રાએ ગયા હતા જ્યાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકા બે ટાંક પરિવારના સભ્યો જ્યારે બાકીના રામપરિયા પરિવારના સભ્યો સહિત કુલ 10 લોકો આ કરૂણ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આજે આ તમામની અંતિમ વિધી થવા જઇ રહી છે. ત્યારે ભારે હૈયે કડીયા સમાજના લોકો તેમના સ્વજનને અંતિમ વિદાય આપી રહ્યા છે.

 

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!