GSTV
India News Trending

અનોખી પહેલ/ હેલ્મેટ ન પહેરેલી દીકરીનું બાઈક ચલાવતા માર્ગ અકસ્માતમાં થયું મોત, પરિવારજનોએ તેરમાની વિધિ પર હેલ્મેટનું કર્યું વિતરણ

સરકાર અને કોર્ટ હેલ્મેટ અંગે સખત છે છતાં લોકો બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ નથી કરતા. કોર્ટે હવે પાછળ સવાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ અનિવાર્ય કર્યું છે પરંતુ લોકો હજુ પણ હેલ્મેટ વગર જ રફ્તાર ભરી રહ્યા છે. પરંતુ ક્યારેક તેનું ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ખરગોનમાં બની છે. ત્યાં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં યુવતીનું મોત થઈ ગયુ છે. દીકરીનું મોત થઈ જતાં પરિવારજનોએ તેરમાની વિધિ પર લોકો માટે નવી મિસાલ ઉભી કરી છે.

e

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ઝિરન્યા ગામમાં એક છોકરી તેના ભાઈ સાથે બાઈક પર જઈ રહી હતી ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળ બેઠેલી યુવતીને માથાના ભાગે ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની યુવતીના પરિવારજનો પર એટલી અસર થઈ કે, તેઓએ યુવતીની તેરમાની વિધિ પર શાંતિ ભોજન ન આપી લોકોનો જીવ બચાવવા માટે 40 હેલ્મેટનું વિતરણ કર્યું અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો મેસેજ આપ્યો હતો જેથી અન્ય લોકોના જીવ બચાવી શકાય.

ઝિરન્યામાં 40 વર્ષની દિવ્યાંગ યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ હતું. પરિવારજનોનું માનવું છે કે, સફર દરમિયાન બાઈક ચાલક સહિત યુવતીએ પોતે પણ હેલ્મેટ પહેર્યું હોત તો લગભગ છોકરીનો જીવ બચી ગયો હોત. ભવિષ્યમાં કોઈ માતા સંતાન વિહોણી ન થાય કોઈ ભાઈની બહેન અને બાપની દીકરી અથવા કોઈ ઘર દીકરા વિહોણું ન થઈ જાય તે માટે પરિવારજનોએ યુવતીના તેરમાની વિધિ પર સમાજને મેસેજ આપવા માટે હેલ્મેટનું વિતરણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV