GSTV

રાજકોટમાં પીએસાઈની સર્વિસ રિવોલ્વરથી થયેલી હત્યા મામલે પરિવારજનો હિમાશુંનો મૃતદેહ ન સ્વીકારવા અડગ

રાજકોટમાં એ ડિવિઝનના પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતા હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારનો આક્ષેપ છે કે, મૃતક હિમાંશુની હત્યા કરવામાં આવી છે. પરિવારે મૃતકની લાશ સ્વિકારવાનો ઇનકાર કરી પીએમ રૂમ બહાર હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હિમાંશુના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લાશ નહીં લેવા માટે અડગ બન્યા છે. પોલીસે પરિવારને લાશ સ્વીકારવા સમજાવ્યો પરંતુ તેમણે ચોખ્ખી ના પાડી દીધી છે. મહિલાઓ ચોધાર આંસુએ રડતા રડતા પીએસઆઇ વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. તો પીએસઆઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે. તો બીજી તરફ સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ જ્યાં સુધી હત્યાનો ગુનો ન નોંધે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની વાત તેઓ કરી રહ્યાં છે.

PSIની કરાઈ ધરપકડ

રાજકોટમાં બુધવારે પોલીસ સ્ટેશનમાંથી થયેલા ફાયરિંગ મામલે અંતે એ ડિવિઝન પોલીસે પીએસઆઈ ચાવડાની ધરપકડ કરી છે. બુધવારે સાંજે રાજકોટના બસ સ્ટેશનમાં આવેલા પોલીસ ચોકીમાં પીએસઆઈની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતા હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પીએસઆઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું છે.

સીસીટીવી ફૂટેજ લાગ્યા હાથ

તો સાથે જ બે દિવસ પૂર્વે પીએસઆઇ ચાવડા હિમાંશુના સ્પા સેન્ટર બહાર મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જો કે પીએસઆઈ ચાવડા ભૂલથી મિસફાયર થયું હોવાનું જ રટણ કરી રહ્યાં છે. ત્યારે આ ફાયરિંગની ઘટના પણ શંકા ઉપજાવનારી છે. ઘટનાની જાણ થતાં જ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ જણાઈ આવે છે.

મનુષ્ય વધની કલમ દાખલ

પોલીસે સમગ્ર મામલે પીએસઆઇ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. સહઅપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત પીએસઆઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો સાથે જ પીએસઆઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે. તો બીજી તરફ પરિવારજનોએ પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ જ્યાં સુધી હત્યાનો ગુનો ન નોંધે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની વાત તેઓ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

વડોદરાના આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લોકડાઉન પાડવાનું કર્યું શરૂ

Nilesh Jethva

હોલિવૂડ/ જેમ્સ કૈમરૂનની ‘અવતાર-2’નું શૂટીંગ થયું પુરૂ, ‘અવતાર-3’નું ફિલ્માંકન પણ પુરૂ થવાની અણીએ

Pravin Makwana

લોકડાઉન અને વાવાઝોડાથી માછીમારોને કરોડો રૂપિયાનું નુકાશાન, સરકાર પાસે કરી રાહત પેકેજની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!