GSTV
Home » News » મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા હોવાના દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા હોવાના દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્રારા રજૂ કરવામાં આવેલા નાણાવટી પંચના રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લીનચીટ આપી દેવામાં આવી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, ગોધરાકાંડએ પૂર્વઆયોજીત કાવતરૂ નહોતું. અઢી હજાર પાનાનાં રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા માટે નહોતા ગયા. ગોધરાકાંડ બાદ સરકારે બંધનું એલાન નહોતું આપ્યું તે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

મોદી સહિત કોઈ પ્રધાનની ભૂમિકા નહોતી

આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો છે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહમાં રજૂ કરાયો છે, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે. તત્કાલિન સીએમ અને અન્ય પ્રધાનોને પંચના રિપોર્ટમાં ક્લિન ચીટ અપાઈ છે. સ્વ હરેન પંડ્યા અને સ્વ અશોક ભટ્ટ, ભરત બારોટને પણ ક્લિનચીટ અપાઈ છે. નાણાવટી પંચનો આ રિપોર્ટ આધારે ગોધરાકાંડ એ પૂર્વ યોજિત કાવતરૂ ન હોતું.

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ

  • ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વઆયોજીત કાવતરૂ નહોતું : પંચનો રિપોર્ટ
  • તત્કાલીન સીએમ મોદી અને અન્ય પ્રધાનોને પંચના રિપોર્ટમાં કલીન ચીટ
  • સ્વ. હરેન પંડ્યા અને સ્વ.અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ રિપોર્ટમાં ક્લીનચીટ
  • નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને બદનામ કરવાનો થયો હતો પ્રયાસ: પ્રદીપસિંહ
  • મોદી પુરાવા નાશ કરવા ડબ્બામાં ગયા હોવાના દાવા પાયાવિહોણા
  • સરકાર દ્વારા કોઈ બંધનું એલાન નહોતું અપાયું
  • પૂર્વ પ્રધાન ભરત બારોટ પરના આક્ષેપો પર તત્કાલીન પો.કમિ.ના નિવેદનથી ક્લીનચીટ
  • ત્રણ આઈપીએસની નકારાત્મક ભૂમિકાઃ રિપોર્ટમાં ઉલ્લેખ
  • પંચના પાર્ટ ટુ રિપોર્ટમાં નવ વોલ્યુમ અને અઢી હજાર પાના છે : પ્રદીપસિંહ
  • ૪૮૮ જેટલા સરકારી અધિકારીઓના સોગંદનામાનો પણ રિપોર્ટમાં સમાવેશ
  • ગોધરાકાંડ બાદ કેટલાંક અધિકારીઓની બદલી પણ નિયમોના ભાગરૂપે
  • સરકારે ગોધરા કાંડ બાદ સલામતી માટે પગલાં ભર્યાઃ પ્રદીપસિંહ
  • આ રિપોર્ટથી લોકોમાં રહેલી શંકા કુશંકાઓ દૂર થઈ : પ્રદિપસિંહ

ગોધરાકાંડ એ પૂર્વ યોજિત કાવતરૂ ન હોતું

તત્કાલિન સીએમ અને અન્ય પ્રધાનોને પંચના રિપોર્ટમાં ક્લિન ચીટ અપાઈ છે. સ્વ હરેન પંડ્યા અને સ્વ અશોક ભટ્ટ, ભરત બારોટને પણ ક્લિનચીટ અપાઈ છે. નાણાવટી પંચના આ રિપોર્ટ પ્રમાણે ગોધરાકાંડ એ પૂર્વ યોજિત કાવતરૂ ન હોતું. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ઘટનામાં સરકારનો કોઈ રોલ ન હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.

શું કહ્યું પ્રદીપસિંહ જાડેજાએ

ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગોધરા કાંડનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ક્લીનચીટ મળી હોવાનું નાણાવટી પંચના અહેવાલમાં રજૂ કરાયેલા રિપોર્ટ વિશે જણાવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદી સહિતના નેતાઓની કોઈ પણ ભૂમિકા નહોતી. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ત્રણે પોલીસ અધિકારીઓની ભૂમિકા પણ નકારાત્મક રહી છે.

શું હતી સમગ્ર ઘટના ?

27 ફેબ્રુઆરી 2002ના દિવસની આ ઘટના છે. ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં કેટલાક ટોળાએ અટકાવી હતી. બાદમાં ટોળાએ હુમલો કરીને ટ્રેનના એસ-6 કોચને આગ ચાંપી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મોત થયાં હતા. 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં જુદા જુદા કિસ્સામાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા.

કોચમાં 59 લોકો પામ્યાં હતા મૃત્યું

એક એવી ઘટના બની જેણે ગુજરાતની ઓળખ દેશ-દુનિયામાં બદલી નાખી. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને લાગેલી આગમાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એની કિંમત સેંકડો ગુજરાતીઓએ ચૂકવવી પડી છે. ગોધરાના રેલવે સ્ટેશને લાગેલી એ આગમાં ગુજરાતનું સામાજિક પોત પણ બળી ગયું. આ ઘટના બાદ ગુજરાતને એક નવા પ્રકારના સામાજિક અને રાજકીય પરિમાણો જોવા મળ્યાં. આ ઘટનાના 15 વર્ષ સુધી ચાલેલા કાનૂની લડત બાદ ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી છે, જ્યારે 20 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. ટ્રેનમાં સવાર યાત્રીઓની ચીસો નથી સંભળાતી પણ ઓગળેલા લોખંડના સળિયા, રાખ બની ગયેલી ટ્રેનની સીટો અને પંખા પર કરોળિયાનાં જાળાં ગોધરાકાંડની ઘટનાનું વર્ણન કરે છે. આ ટ્રેનના બે કોચમાં આગચંપીની ઘટનામાં 59 લોકો જીવતાં સળગી ગયાં હતાં. 27 ફેબ્રુઆરી 2002ના રોજ જે સાબરમતી એક્સપ્રેસમાં આ ઘટના બની હતી, તેના અન્ય કોચ તો ગંતવ્ય સુધી પહોંચી ગયા, પણ બે કોચ ત્યાંજ રખાયા છે. કોચની આસપાસ સુરક્ષાકર્મીઓ તહેનાત રહે છે. આજે પણ સાબરમતી એક્સપ્રેસનો વાદળી રંગનો નવો S-6 કોચ ગોધરા સ્ટેશન પર જ્યારે ઉભો રહે છે, ત્યારે લોકોની આંખો તેને જોવા માટે સ્થિર થઈ જાય છે.

READ ALSO

Related posts

રાજ્યના એક હજારથી વધુ ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસ મળતા રોષ

Nilesh Jethva

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva

ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો ટુંકાય તેવી શક્યતા, આ જગ્યાએ જવા પર સસ્પેન્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!