GSTV

ખુશખબર/ 5 વર્ષ સુધી જમીન મફત : ગુજરાતના ખેડૂતોને 50 હજાર એકર જમીન મળશે, માત્ર 100થી 500 રૂપિયા ભાડુ

Last Updated on January 20, 2021 by Karan

ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના લક્ષ્યાંકને આંબી જવાના હેતુથી ગુજરાત સરકારે પડતર જમીનને આધુનિક ટેકનોલોજીની મદદથી બાગાયતી ખેતી તથા ઔષધીય પાકને પાત્ર બનાવવીને ખેડૂતોને પાંચ વર્ષ સુધી કોઈપણ જાતના ભાડા વિના જ રેન્ટ પર આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.

30 વર્ષ સુધી ભાડા પર આપવામાં આવનારી આ જમીન માટે છઠ્ઠા વર્ષથી 30માં વર્ષ સુધી એકરદીઠ રૂ. 100થી 500નું જ ભાડું લેવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હોવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરી હતી.

જમીન

આ પોલીસી હઠળ ભાડે આપવામાં આવેલી જમીન પર વીજ જોડાણ માટેની અરજી કરવામાં આવશે તો તે અરજીને અગ્રક્રમ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેર કર્યું છે.  જમીન લીઝ પર આપીને સરકાર સિક્યોરિટી ડિપોઝિટ પણ લેશે. 30 વર્ષ પછીય આગળ લીઝની મુદત વધારવાની જોગવાઈ કરવામાં આવેલી છે.

બાગાયતી વિકાસ મિશન સાથે તૈયાર કરવામાં આવેલી આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની પડતર જમીન બાગાયતી ખેતી અને ઔષધીય પાક લેવા માટે આપવામાં આવશે. આ પાંચ રાજ્યમાં અંદાજે 50,000 એકર બિનખેડાણવાળી જમીનને ખેતી કરવાને પાત્ર બનાવીને ભાડે આપવામાં આવશે.

કોંગ્રેસ

આ જમીન મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ ઓછામાં ઓછી 125 એકર અને વધુમાં વધુ 1000 એકર જમીન આપવામાં આવશે. જમીન કયા પાકની ખેતી માટે લેવામાં આવે છે તેની વિગતો અરજી સાથે આપવાની રહેશે.  તેનાથી બાગયતી અને ઔષધિય પાકમાં વધારો થવાની ગણતરી મૂકવામાં આવ ી રહી છે.  

કૃષિ અને ઔષધીય પાકની ઉપજ વધારીને નવી રોજગારી નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેની સાથે જ આ વિસ્તારમાં નિકાસલક્ષી એકમોની સ્થાપના કરીને પ્રોસેસિંગના ક્લસ્ટર ઊભા કરવામાં આવશે. પાકની કાપણી કર્યા પછીની પ્રોસેસ ત્યાં કરવામાં આવે તે માટે વેલ્યુ એડિશન કરે તેવા ઉદ્યોગો ત્યાં સ્થાપવામાં આવશે.

આ યોજનાના સંગીન અમલ માટે બિનઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી ફાળવવા પાત્ર જમીનના બ્લોકની પસંદગી કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવનારી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. લીઝ પર જમીન મેળવવા માટેની અરજીઓની સ્ક્રૂટિની અને ચકાસણી રાજ્ય કક્ષાની ટેકનિકલ કમિટી દ્વારા કરવામાં આવશે.

લીઝ પર જમીનની ફાળવણી કરવા અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાનારી હાઈપાવર કમિટીના હાથમાં જ રહેશે.  લીઝ પર લીધેલી જમીન 30 વર્ષની નિર્ધારિત મુદત પહેલા પરત કરવામાં આવશે તો સરકાર તરફથી તેમને કોઈ જ વળતર આપવામાં આવશે નહિ. લીઝધારકને ખેડૂતનો દરજ્જો આપવામાં આવશે નહિ.

બાગયતી પાક લઈને તેમાં વેલ્યુ એડિશન કરીન તેની સીધી જ નિકાસ કરવાનો રસ્તો પણ આ  યોજના હેઠળ ખોલવામાં આવ્યો છે. બાગાયતી વિકાસ મિશનને પરિણામે રોજગારીની નવી તક નિર્માણ થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. ગુજરાતમાં 196 લાખ હેક્ટર જમીન છે. તેમાંથી 98 લાખ હેક્ટર જમીન ખેતી હેઠળ છે. આ સ્થિતિમાં પડતર જમીનમાં બાગાયતી પાક અને ઔષધીય પાક લેવાની ભરપૂર સંભાવનાઓ રેલી છે.

2019-20ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં 4.46 લાખ હેક્ટર જમીનમાં બાગાયતી પાક-ફળ પાક લેવામાં આવ્યો હતો. તેમાં 92.61 લાખ મેટ્રિકટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના ઉત્પાદનમાં 9.20 ટકાનો ફાળો આપ્યો હતો. પાકના વાવેતરના વિસ્તારમાં 20000 હેક્ટરનો વધારો થઈ રહ્યો હોવાથી ઉત્તર ગુજરાતમાં દાડમ, જામફળ, ખારેક પપૈયા જેવા પાક જંગી પ્રમાણમાં થવા માંડયા છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં પીયત પાણીની વ્યવસ્થા સારી હોવાથી આ યોજના માટે આ પાંચ જિલ્લાઓની પહેલી પસંદગી કરવામાં આવી છે. લીઝધારક સિવાયની કોઈ વ્યક્તિ તેના પર બાગાયતી કે ઓષધીય પાકની ખેતી કરી શકશે નહિ. ભાડા પટ્ટે આપેલી જમીનને ડિમ્ડ એન.એ. થયેલી જમીન ગણવામાં આવશે.

લીઝધારકોને ડ્રીપ-સ્પ્રિન્કલર માટે 70 ટકા સુધીની સહાય અપાશે

ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાક અને ઔષધીય પાકમાં વધારો કરવા માટે જાહેર કરવામાં આવેલી ભાડા પટ્ટે જમીન આપવાની યોજના હેઠળ લીઝધારક આધુનિક પદ્ધતિથી અને ટેક્નોલોજીયુક્ત ડ્રીપ સ્પ્રિન્કલરની સિસ્ટમને અપનાવશે તો તેમને પ્રવર્તમાન નિયમ મુજબ મળતા લાભ કે સહાય આપવામાં આવશે. ટપક કે ફુવારા પદ્ધતિથી પિયત આપવા માટે સરકાર તરફથી પ્રવર્તમાન ધોરણો મુજબ મળવા પાત્ર ખર્ચના 70 ટકા સુધીની સહાય આપવામાં આવશે.

વીજજોડાણમાં અગ્રક્રમ: સોલર પેનલ બેસાડી શકાશે

પડતર જમીન પર ખેતી કરવા માટે વીજ જોડાણની અરજી કરનારાઓને જોડાણ આપવાની બાબતમાં અગ્રક્રમ આપવામાં આવશે. લીઝ પર જમીન લઈને બાગયતી કે ઓષધીય પાકની ખેતી કરનાર ખેડૂત તે જગ્યા પર સોલાર પેનલ લગાડી શકશે પરંતુ તેમાંથી જનરેટ થતી અને વપરાશ કર્યા પછી બચતી વીજળીનું વેચાણ કરી શકશે નહિ. આ વીજ જોડાણને ખેતીનું જોડાણ ગણવામાં આવશે. મોટર અને પમ્પસેટ માટે સોલાર પેનલ બેસાડવાની છૂટ આપવામાં આવશે નહિ. સ્વ વપરાશ માટ સોલાર પેનલ કે વિન્ડ પાવર પેનલ લગાડી શકશે. પેલન લગાડવા માટે થયેલા ખર્ચના 25 ટકા સહાય તરીકે આપવામાં આવશે. લીઝ પરની જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સેનાની તાકાત: ભારતીય સૈન્ય થશે વધુ મજબૂત, ડીફેન્સ મંત્રાલયે ઘાતક અર્જુન ટેન્ક ખરીદવાનો આપ્યો ઓર્ડર

pratik shah

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બે બચ્ચા સાથે દીપડીએ દેખા દીધી, લોકોમાં ભારે ડરનો માહોલ: વન વિભાગ આવ્યું એક્શનમાં

pratik shah

કોર્ટ સખ્ત: રાજ્યમાં ફાયર સેફટી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, નિયમો બધાની માટે સમાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!