GSTV

આ Pak ખેલાડીએ ODIમાં ફટકારી બેવડી સદી, કર્યો રનનો વરસાદ

Last Updated on July 20, 2018 by Bansari

ઓપનિંગ બેટ્સમેન ફખર જમાન વનડે ઇન્ટરનેશનલમાં પાકિસ્તાન તરફથી ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની વનડે સીરીઝમાં પાકિસ્તાનની ઑપનિંગ જોડીએ શુક્રવારે ઑપનિંગ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પાકિસ્તાનની ટીમનાં ઇમામ ઉલ હક અને ફખર ઝમાંની જોડીએ પ્રથમ વિકેટ માટે 304 રનની ભાગેદારી કરી હતી. આ ભાગેદારીનાં કારણે બંને બેટ્સમેનોએ વનડે ક્રિકેટનો 12 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલા વનડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ભાગેદારીનો આ રેકોર્ડ સનથ જયસૂર્યા અને ઉપુલ થરંગાનાં નામે હતો. તેમણે જુલાઇ 2006માં આ રેકોર્ડ બનાવ્યો હતો.

પાકિસ્તાનની ટીમ આજે ઝિમ્બાબ્વે સામે 5 મેચની સીરીઝની ચોથી વનડે મેચ રમી રહી છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને તેના બેટ્સમેન ફખર ઝમાં(201 અણનમ) અને ઇમામ ઉલ હક(113)એ મળીને 304 રન જોડ્યા હતા. બંને બલ્લેબાજોએ 41.6 ઓવરમાં 300 ઉપર રન કર્યા હતા.

પાકિસ્તાને 50 ઓવરમાં એક વિકેટે 399 રન કર્યા છે. છેલ્લી ઓવર્સમાં પાકિસ્તાનનાં આસિફ અલીએ 22 બોલમાં 50 રન ફટાકર્યા હતા.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!