GSTV

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Last Updated on June 22, 2021 by Pritesh Mehta

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર સાયબર સેલે રામ જન્મભૂમિના નામે ફેક વેબસાઈટ બનાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. આ તમામ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે તમામ આરોપીઓ દિલ્હીના રહેવાસી છે અને તેમાંથી ઘણા સોફ્ટવેર બિઝનેસ સાથે સંકળાયેલા છે.

રામ જન્મભૂમિ

નોઈડા પોલીસે ખુલાસો કર્યો છે કે દિલ્હીના નાયુ અશોક નગરમાં રહેતા આશિષ, નવિન, સુમિત, અમિત ઝા અને સુરજે સાથે મળીને કેટલાંક મહિનાઓ પહેલા એક વેબસાઈટ બનાવી હતી. આ લોકોએ નકલી વેબસાઈટ પર નકલી ખાતાઓની વિગતો નાખીને સામાન્ય લોકોને રામમંદિર માટે દાન આપવાની અપીલ કરી હતી. અનેક લોકોએ ઓનલાઇન ટ્રાન્જેક્શનના માધ્યમથી વેબસાઈટ પર આપવામાં આવેલ ખાતામાં લાખો રૂપિયા પણ જમા કરાવ્યા હતા. હવે નોઈડા પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ ફેક વેબસાઈટ દ્વારા કેટલી રકમ આ લોકો ઉઘરાવી ચુક્યા છે.

અયોધ્યા ખાતે વાસ્તવિક રામજન્મભૂમિ ટ્રસ્ટને લઈને ઠગાઈ થઇ રહી હોવાની જાણકારી મળતા તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. આ તપાસ કરી રહેલી ટીમે સોમવારે સાંજે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન, એક લેપટોપ, 2 સીમકાર્ડ, 50 આધાર કાર્ડ અને 2 થમ્બ ઇમ્પ્રેશન મશીન જપ્ત કર્યા છે. પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ સમગ્ર રેકેટમાં કુલ કેટલા લોકો સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓને શંકા છે કે આ ગેંગમાં વધુ કેટલાંય લોકો સામેલ હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!