GSTV

ફેક વેબસાઈટ ખાલી કરી દેશે તમારું બેન્ક એકાઉન્ટ ! બચવા માટે આ ટિપ્સ કરો ફોલો

Last Updated on October 22, 2021 by Damini Patel

આજના સમયમાં વધુ લોકો બેન્ક સાથે જોડાયેલ કામગીરીને લઇ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની મદદ લે છે. એવામાં સાયબર આરોપી એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અને સાઇબર ક્રાઈમોમાં તેજીથી વધારો થઇ રહ્યો છે. એવામાં સાવધાન રહેવું ખુબ જરૂરી છે. એમથી એક રીત છે ફિશિંગ. આઓ જાણીએ સ્પુફિંગ શું છે અને એનાથી બચવા માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.

સ્પુફિંગ (spoofing) શું છે ?

hacking
hacking

વેબસાઈટ સ્પૂફિંગમાં વેબસાઈટ બનાવવામાં આવે છે. જે નકલી છે. તેનો હેતુ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો છે. સાયબર ગુનેગારો સાચી વેબસાઈટનું નામ, લોગો, ગ્રાફિક્સ અને કોડનો પણ ઉપયોગ કરે છે જેથી નકલી વેબસાઈટ અસલ જેવી દેખાય. તેઓ તમારી બ્રાઉઝર વિન્ડોની ટોચ પર એડ્રેસ ફીલ્ડમાં દેખાતા URLની પણ નકલ કરી શકે છે. આ સાથે, તેઓ જમણી બાજુએ આપેલ પેડલોક આયકનની નકલ પણ કરે છે.

સાયબર ગુનેગારો આ કેવી રીતે કરે છે?

અપરાધીઓ ફજ્જી વેબસાઇટ પર ઇમેઇલ મોકલે છે, જે તમને તમારા એકાઉન્ટ સંબંધિત માહિતીને અપડેટ અથવા કન્ફર્મ કરવાનું કહે છે. આ ખાતાને લગતી સંવેદનશીલ માહિતી મેળવવાના હેતુથી કરવામાં આવે છે. આ વિગતોમાં તમારું ઈન્ટરનેટ બેંકિંગ યુઝર આઈડી, પાસવર્ડ, પિન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (સીવીવી) નંબરનો સમાવેશ થાય છે.

cyber crime

છેતરપિંડી ટાળવા માટે સલામતી ટીપ્સ

  • ધ્યાનમાં રાખો કે બેંક ક્યારેય કોઈ ગોપનીય માહિતી માંગતા ઇમેઇલ મોકલતી નથી. જો તમને તમારી ઈન્ટરનેટ બેંકિંગ સુરક્ષા વિગતો જેમ કે PIN, પાસવર્ડ અથવા એકાઉન્ટ નંબર માટે પૂછતા ઈમેઈલ પ્રાપ્ત થાય, તો તમારે તેનો જવાબ ન આપવો જોઈએ.
  • પેડલોક આઇકોન તપાસો. તેઓ બ્રાઉઝર વિન્ડોમાં ગમે ત્યાં પેડલોક આયકન દર્શાવે છે. ઉદાહરણ તરીકે, માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં, બ્રાઉઝર વિન્ડોની નીચે જમણી બાજુએ લોક આયકન દેખાય છે. સુરક્ષા સંબંધિત વિગતો તપાસવા માટે સાઇટ પર બે વાર ક્લિક કરો.
  • વેબપેજનું URL તપાસો. વેબ બ્રાઉઝ કરતી વખતે, URL “http” થી શરૂ થાય છે. જો કે, સુરક્ષિત જોડાણમાં, સરનામાં httpsથી શરૂ થાય છે. https એટલે કે પાનું સુરક્ષિત છે. અહીં વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ સર્વર પર મોકલતા પહેલા તેને એન્ક્રિપ્ટ કરવામાં આવશે.

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!