GSTV

ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કૌભાંડ: દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને મળી શકે છે સમન્સ

Last Updated on August 7, 2020 by pratik shah

ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કૌભાંડમાં પોતાનું નિવેદન નોંધવા માટે રેપર બાદશાહને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું છે. હવે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ જેવી કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને પણ એસઆઈટી દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે.

ફેક ફોલોઅર્સ ખરીદનારમાં દીપિકા-પ્રિયંકા ટોપ 10માં

ફેક ફોલોઅર્સ ખરીદનારા બોલિવૂડ કલાકારોની ટોપ 10 યાદીમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. ગયા મહિને ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)એ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ફેક ફોલોઅર્સ, રી ટવીટ, લાઈક્સ અને અન્ય વસ્તુઓ સેલિબ્રિટીઓ દ્વારા ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટનું ઉલ્લંઘન કરીને ખરીદી કરવામાં આવે છે, ત્યારબાદ સોશિયલ મીડિયાના નિષ્ણાતોની મદદથી સીઆઈયુ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

સિંગર ભૂમિ ત્રિવેદીની ફરિયાદ બાદ સામે આવ્યું કૌભાંડ

બોલિવૂડ સિંગર ભૂમિ ત્રિવેદીએ એક ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મેનેજ કરે છે. રેપર બાદશાહને મુંબઈ પોલીસ દ્વારા ફેક સોશિયલ મીડિયા કૌભાંડના સંદર્ભમાં પોતાનું નિવેદન નોંધવા માટે સમન્સ અપાયું છે.

રેપર બાદશાહના ઇન્સ્ટાગ્રામની સીઆઈયુએ કરી તપાસ

અહેવાલ મુજબ, @badboyshah નામથી ઓળખાતા બાદશાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ તેને ત્રીજી ઓગસ્ટે તપાસ માટે હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ તે હાજર  થયો ન હતો. હવે તેને 6 ઓગસ્ટે ફરીથી સીઆઈયુ અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ જાણવામાં મળ્યું છે કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવી બોલિવૂડ અભિનેત્રીઓને પણ એસઆઈટી દ્વારા ફેક સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અંગેના નિવેદનો રેકોર્ડ કરવા બોલાવવામાં આવી શકે છે.

MUST READ:

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!