GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાશન કાર્ડમાંથી બનાવટી લોકોનું નિકળી જશે નામ, જાણો શું છે રીત

શિક્ષણ

કોરોના વાયરસનું સંકટ આખી દુનિયા પર છે. એવામાં સૌથી વધુ ગરીબ અને મજૂરોને મુશ્કેલી પડી રહી છે. એવામાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધારીને નવેમ્બર 2020 સુધી કરી દીધી છે. જેથી ગરીબોને આ તહેવારની સિઝનમાં કોઈ પણ પ્રકારના રાશનની કમી ન થાય. આ યોજના હેઠળ ગુલાબી, પીળા, ખાખી રંગના રાશન કાર્ડને ખરીદનાર લોકોને 5 કિલો પ્રતિ વ્યક્તિ ઘઉં, એક કિલો દાળની સાથે ચણા પણ આપવામાં આવશે. આ બધુ રાશન ફ્રી માં આપવામાં આવશે.

વન નેશન વન કાર્ડ

સારૂ રાશન આપવા માટે ઘણા રાજ્યોએ વન નેશન વન કાર્ડ યોજનાની પણ શરૂઆત કરી છે. તેમાં કોઈ ગરીબ કોઈ પણ પ્રદેશમાં હોય તે રાશન લઈ શકશે. એટલે કે બીજા રાજ્યના મજૂરો જ્યાં રહી રહ્યા છે ત્યાંથી રાશન લઈ શકશે. તેના માટે બાયોમેટ્રિક મશીનો લગાવવામાં આવી છે જેમાં તેમને અંગુઠો લગાવવાનો રહેશે.  

આધાર સાથે લિંક કરવાની ડેડલાઈનને 30 સપ્ટેમ્બર સુધી વધારી

કેન્દ્ર સરકારે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈનને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગ્રાહક આ મામલાનું મંત્રાલય દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ આદેશ જાહેર કરે ત્યાં સુધી કોઈ પણ સાચા લાભાર્થીઓને તેના ભાગનું રાશન આપવાનો ઈનકાર કરી દેવામાં આવશે. જેનું રાશન કાર્ડ આધાર સાથે ન જોડાયું હોવાના કારણે રદ્દ નહીં કરવામાં આવે, ન તો લાભ લેનારનું નામ લિસ્ટમાંથી કાપવામાં આવે.

નકલી રાશન કાર્ડથી આ રીતે કપાશે નામ

ત્યાં જ પ્રશાસના સામે કંઈક એવા પણ રાશન કાર્ડ આવ્યા છે જેનાં પાછળા ઘણા મહિનાથી કોઈ રાશન લેવા નથી આવ્યું. મળેલી જાણકારી અનુસાર, મધ્ય પ્રદેશના કટનીમાં નકલી રાશન કાર્ડના આધાર પર રાશન નહીં મળે. સાથે જ જો કોઈના રાશન કાર્ડમાં પાછલા 3 મહિનાથી રાશન નથી લેવામાં આવ્યું તો તેને રાશન કાર્ડનું વેરિફિકેશન કરવા અને બીજી ઓપચારીકતાઓ પુરી કર્યા બાદ તેનું નામ રાશન કાર્ડથી કાઢી દેવામાં આવશે.

Read Also

Related posts

રાજસ્થાનમાં રાજકિય ખેલ : ગેહલોત વિરુદ્ધ પાયલોટની નવી ચાલ, માંગ્યો રાહુલ ગાંધી પાસે મળવાનો સમય

Karan

કરોડો બેન્ક ગ્રાહકોને RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ ખાસ સ્કીમ

Bansari

રાજસ્થાનમાં પાયલોટ ફરી જોડાઈ શકે છે કોંગ્રેસમાં, નરમ પડ્યા હવે મનાવશે રાહુલને

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!