કોરોના કાળમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ખબરો ફેલાઇ રહી છે. આ ખબરોમાં અનેક પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યાં છે. જેનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સતત લોકોને જાગૃત પણ કરી રહી છે. આ વચ્ચે વૉટ્સએપ પર એક એવો મેસેજ સર્ક્યુલેટ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ નાગરિકોને કોરોના ફંડિંગ કરવા જઇ રહી છે. તે અંતર્ગત તેમને 1,30,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ સરકારે પીઆઇબી દ્વારા ટ્વીટ કરીને આ ખબર ફેક હોવાનું જણાવ્યું છે. ચાલો તમને જણાવીએ આ ખબરની હકીકત…
PIB ફેક્ચ ચેકે દાવાને ગણાવ્યો ફેક
Claim: A message circulating on #WhatsApp claims that the Government has ordered payment of ₹130,000 as #Covid funding to all citizens above the age of 18.#PIBFactCheck: The claim is #Fake. No such announcement has been made by the Government. pic.twitter.com/NF8dH08wLW
— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2020
ભારત સરકારના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકે (PIB Fact Check) વૉટ્સએપ પર વાયરલ થઇ રહેલા આ મેસેજને ફેક ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેકે ટ્વીટ કરીને જણાવ્યું કે ભારત સરકારે આવી કોઇ ઘોષણા કરી નથી અને સરકાર આવી કોઇ યોજના ચલાવી રહી નથી.

તેની પહેલા પણ અનેક મેસેજ વાયરલ થયા છે. એક આવા જ મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે શિક્ષણ મંત્રાલયે દેશભરના 50 ટકા સરકારી સ્કૂલોનું ખાનગીકરણ કરવા માટે કેન્દ્રને ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે હાલ આવો કોઇ પ્લાન નથી. આ ખબરને પણ PIBએ ફેક ગણાવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાના કેસમાં સંભવિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા દેશભરમાં સ્કૂલ અને કોલેજોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
दावा: एक मीडिया रिपोर्ट में दावा किया जा रहा है कि शिक्षा मंत्रालय ने देश भर के 50% सरकारी स्कूलों का निजीकरण करने के लिए केंद्र को सिफारिश भेजी है। #PIBFactCheck: यह दावा फर्जी है। शिक्षा मंत्रालय द्वारा ऐसी कोई सिफारिश नहीं भेजी गई है। pic.twitter.com/yCrsS0nV3z
— PIB Fact Check (@PIBFactCheck) November 22, 2020
કોરોનાકાળમાં ઝડપથી વાયરલ થઇ રહી છે ફેક ખબરો
કોરોનાકાળમાં દેશભરમાં જે પ્રકારની સ્થિતિ છે તેવામાં અનેક ફેક ખબરો ઝડપથી વાયરલ થઇ રહી છે. ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ વાયરલ ખબરનું ખંડન કરતા કહ્યું કે સરકારે આવો કોઇ નિર્ણય નથી લીધો. સરકારે પણ કોરોના કાળમાં આ પ્રકારની ફેક ખબરો ફેલાતી રોકવા માટે અનેક પ્રયાસો કર્યા છે.
તમને પણ મળે કોઇ મેસેજ તો કરાવો ફેક્ટ ચેક
તમને પણ આવો કોઇ મેસેજ મળે તો તમે તેને પીઆઇબી પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વૉટ્સએપ નંબર +918799711259 અથવા ઇ-મેલ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઇબીની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.
Read Also
- શું તમે પણ ઈનબૉક્સમાં આવતા બહુજ Emailsથી પરેશાન છો? તો સ્પેમ મેઈલ્સને આ રીતે કરો બ્લોક અને અનસબ્સક્રાઈબ
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે