GSTV
Gujarat Government Advertisement

૫ત્રકારોની આઝાદી માટે PM મોદીની દરમિયાનગીરી : ફેકન્યુઝ નિર્ણય રદ્દ

Last Updated on April 3, 2018 by

ફેકન્યુઝને ડામવા માટે કેન્દ્ર સરકાર લેવાયેલા કેટલાક કડક નિર્ણયો ગણતરીના સમયમાં જ ૫રત ખેંચવાની ફરજ ૫ડી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે દરમિયાનગીરી કરીને કંઇક કાચુ કપાઇ રહ્યુ હોવાનું લાગતા આ નિર્ણય રદ્દ કરવાનો આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેક ન્યૂઝને ડામવાના નામે મોદી સરકારે મોટું પગલુ ભર્યુ છે. જેમાં ખોટા સમાચાર કોઇ પત્રકાર આપશે તો તેની માન્યતા હંમેશા માટે રદ્દ થઇ શકે છે. એક્રેડિટેડ પત્રકારો માટે મોદી સરકારે આ નિયમો જાહેર કર્યા છે.

સરકારે કહ્યું છે કે પહેલીવાર ફેક ન્યૂઝનુ પ્રકાશન કે પ્રસારણ થવાની પુષ્ટી પર માન્યતા પ્રાપ્ત પત્રકારની માન્યતા છ મહિના માટે સસ્પેન્ડ કરાશે. એ પછી બીજી વાર આવુ બને છે તો એક વરસ સુધી સસ્પેન્ડ કરાશે.

અા અંગે અેહમદ પટેલે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને પત્રકારોનું શોષણ થવાની ભીતિ વ્યક્ત કરી છે.

પ્રિન્ટ મીડિયા સંબંધી ફેક ન્યૂઝની ફરીયાદ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કરાશે જ્યારે કે ઇલેક્ટ્રોનિક મીડિયાને લગતી ફરિયાદ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને મોકલાશે.

આ બંને સંસ્થાઓ જે સમાચારને લઇને ફરિયાદ થઇ છે તેની તપાસ કરશે. જેમાં તથ્યને આધાર સમાચાર સાચ છે કે ખોટા તેની તપાસ પંદર દિવસમાં પૂરી કરવી પડશે. એક વાર કોઇ પત્રકાર સામે ફરિયાદ દાખલ થાય તો તેની સામે તપાસ સુધી તેની પત્રકાર તરીકેની માન્યતા સસ્પેન્ડ કરાશે.

ફેક ન્યૂઝ નિર્ણય રદ્દ

ફેક ન્યૂઝ મુદ્દે પત્રકારની માન્યતા રદ્દ કરવાનો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાનીના નિર્ણયને વડાપ્રધાન મોદીએ પલટી નાંખ્યો છે. જેથી ફેક ન્યૂઝ અંગે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન પરત લેવાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલિઝને પરત લેવા જણાવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યા છે કે આવા મામલાઓની સુનાવણી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જ કરશે. આ ગાઇડલાઇન મુજબ ફેક ન્યૂઝ મામલે પત્રકારની માન્યતા રદ્દ કરવા સુધીની જોગવાઇ હતી.

ફેક ન્યૂઝ મુદ્દે પત્રકારની માન્યતા રદ્દ કરવાના માહિતી અને પ્રસારણ મંત્રાલયની ગાઇડલાઇનને પરત લેવાનો વડાપ્રધાન મોદીના કાર્યાલયે આદેશ આપ્યો હતો. અને કહ્યું છે કે નકલી સમાચારને નિર્ધારીત કરવાના વિષયને પ્રેસ સંસ્થાઓ પર છોડી દેવો જોઇએ. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, વડાપ્રધાન કાર્યાલયને જણાઇ આવ્યું છે કે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં.

માહિતી અને પ્રસારણ મંત્રાલયની નવી ગાઇડલાઇનની ટીકા થયા બાદ વડાપ્રધાન કાર્યાલયે પ્રેસ રીલિઝને પરત લેવાનો આદેશ કરતા કહ્યું કે નકલી ખબરોના નિકાલની જવાબદારી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન જેવી સંસ્થાઓની હોવી જોઇએ. માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ પીએમઓ તરફથી આ મામલે મળેલા નિર્દેશની પુષ્ટી કરી છે. પીએમઓના નિર્દેશ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક ટુંકૂ નિવેદન બહાર પાડીને કહ્યું કે નકલી ખબરોને અંકુશમાં રાખવા સંબંધિત 2 એપ્રિલે, 2018ના રોજ માહિતી કાર્યાલય તરફથી પત્રકારોની માન્યતા પત્ર માટે સંશોધિત દિશા-નિર્દેશ શીર્ષક હેઠળની પ્રેસ રીલિઝ પરત લેવામાં આવે છે.

આ પહેલા માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કરીને કહ્યું હતુ કે પીઆઇબી સંબંધિત દિશા-નિર્દેશમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને નકલી ખબરોને નિર્ધારીત કરવા અને તેની સામે પગલા ભરવા માટે કહેવામાં આવતા આ વિષય પર ચર્ચા શરૂ થઇ છે. ઘણા પત્રકારો અને સંગઠનોએ આ અંગે સકારાત્મક સૂચનો આપ્યા છે. અન્ય એક ટ્વિટમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મંત્રાલય આ મુદ્દે પત્રકાર સમુહ અને સંસ્થાઓના જોડાવવાથી ખુશ છે અને ઇચ્છે છે કે આ મામલે સૂચનો આપવામાં આવે કે જેથી આપણે સંયુક્ત રીતે નકલી ખબરોના જોખ સામે લડી શકીએ અને નૈતિક પત્રકારત્વનું સમર્થન કરીએ. રસ ધરાવતા પત્રકારો અને સંસ્થાઓ મને મંત્રાલયમાં મળવા માટે મુક્ત હશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મીડિયા જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા. જે બાદ પીએમઓએ સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા

Pravin Makwana

આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા

Pravin Makwana

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!