GSTV
Gujarat Government Advertisement

નસરુદ્દીન શાહની તબિયતને લઈને સોશ્યલ મીડિયામાં ફેલાઈ અફવા, દિકરા વિવાને કર્યું આ ટ્વિટ

Last Updated on May 1, 2020 by

છેલ્લા બે દિવસોમાં 2 બોલીવુડ દિગ્ગજોની વિદાય થઈ છે. હાલમાં બોલીવુડનો માહોલ ગરમ છે. તે વચ્ચે બોલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહની તબિયત અચાનક ખરાબ થયાના સમાચારો સોશિયલ મીડિયા આવવા લાગી. જેમાં કહેવાઈ રહ્યું છે કે અભિનેતા નસીરુદ્દીન શાહ બીમાર છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે પછીથી તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા.

ખોટા સંદેશાઓ ફેલાવનારા અમારા દુશ્મન

નસીરુદ્દીન શાહના ભાઈ જમીરુદ્દીન શાહે ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતાં કહ્યું કે, તે સંપૂર્ણ રીતે ઠીક છે. આવા ખોટા સંદેશાઓ ફેલાવનારા અમારા દુશ્મન છે. હું દરરોજ મારા ભાઈ સાથે વાત કરું છું અને આ સમાચાર તદ્દન ખોટા અને નુકસાનકારક છે. તેમની નબળી તબિયત વિશેની આ અફવા ખોટી સાબિત થઈ છે. ત્યારે હવે નસિરુદ્દીન શાહના પુત્ર વિવાન શાહે પણ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે તેમના પિતા અભિનેતા નસીરુદ્દીન શાહ એકદમ સ્વસ્થ છે. તેઓ હોસ્પિટલમાં નથી પરંતુ તેમના ઘરે જ છે અને સંપૂર્ણપણે સલામત છે.

બંને પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વિવાન શાહે ટ્વીટ કર્યું, બધું ઠીક છે. બાબા એકદમ ઠીક છે. તેમની તબિયત અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી થઈ રહેલી વાતો ખોટી છે, તે અફવા છે. તે ઇરફાન અને ચિન્ટુજીને ખૂબ જ યાદ કરી રહ્યા છે. તેમણે બંને પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આપણે બધા દિલથી તે બંનેની ચીરવિદાયથી દુ:ખી છીએ. તેમના જવાથી તેમની ખોટ જરૂર સાલશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!