GSTV

સફેદ દૂધનો કાળો કારોબાર : રાજ્યમાં 218 સ્થળોએ દરોડા પાડી નમૂના લેવાયા

દૂધમાં ભેળસેળ સાબિત થશે તો કાયદાકીય રીતે જેલની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઇ

સફેદ દૂધના કાળા કારોબાર મામલે જીએસટીવીના અહેવાલ બાદ રાજ્યભરમાં 218 જગ્યાએ તપાસ કરવામાં આવી છે. અને વિવિધ જગ્યાએથી દૂધના સેમ્પલ લેવાયા છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશિયાએ રાજયમાં દૂધની મિલવાટ મુદે જણાવ્યું હતું કે, દૂધના સેમ્પલની ચકાસણી પછી ખ્યાલ આવશે કે ભેળસેળ કરાઇ છે કે નહીં. જો ભેળસેળ કરવામાં આવી હશે તો કોઇને છોડવામાં આવશે નહીં.

ગઈકાલે રાતે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નકલી દૂધ બનવાવા આવતું હતું, તેની નાની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે અને પોલિસ દ્વારા અટક કરી ને વધુ કાર્યવાહી કરવામાં આવી છે. અહીથી કેમિકલ, દૂધનો પાવડર,  માલટોસ કેમિકલ અને વનસ્પતિ ઓઇલ પણ  મળી આવ્યા છે. સામાન્ય રીતે આવી તપાસના રિપોર્ટ લેબોરેટરીમાંથી 14 દિવસોમાં આવતા હોય છે, ૫રંતુ દૂધના કિસ્સામાં 10 દિવસમાં રિપોર્ટ આવી જશે.

રાજય અને તાલુકા કક્ષાએ પણ દૂધના સેમ્પલ ચેક કરવામાં માટે એક કમીટી બનવવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે છેલ્લા 2 દિવસ માં 218 સેમ્પલ લેવાયા છે. કોઈપણ ભેળસેળ કરતા તત્વોને તંત્ર છોડવા મંગતું નથી. જિલ્લા કક્ષાએ કલેક્ટર અને રાજ્ય કક્ષાએ ચીફ સેક્રેટરી સ્તરની મોનીટરીંગ કમિટી બનાવશે. દૂધમાં ભેળસેળ સાબિત થશે તો કાયદાકીય જોગવાઇ અનુસાર જેલની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.

 

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પીએમ મોદીની અપીલ પર આ કંપનીઓએ આપ્યું અધધ ડોનેશન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!