GSTV
Auto & Tech Trending

ભૂલથી પણ વોટ્સએપ પર આવતા આ મેસેજ પર ક્લિક ન કરતા, નહીંતર પડી જશો મોટી મુસીબતમાં

નવા વાર્ષે મેસેજીંગ એપ વોટ્સએપના વપરાશકર્તા પર એક ખતરો આવ્યો છે. કારણ કે, હેકર્સ વોટ્સએપ પર ઓફરનો એક મેસેજ મોકલીને છેતરપિંડી કરી યુઝર્સને ચૂનો લગાવી રહ્યા છે. નવા વર્ષનું બહાનું લઈને હેકર્સ યુઝર્સને ફોન પર ‘New Year’s Virus’ મેસેજ મોકલી પોતના શિકાર બનાવી રહ્યા છે. જેમાં હેકર્સ ઓફર માટે એક લિંક પર ક્લિક કરવાનું કહે છે.

લિંક પર ક્લિક કરવાથી અસલી જેવી જ એખ વેબસાઈટ ખુલી જાય છે. જેથી યુઝર્સ લિંક ખોલે ત્યારે ફોન હેંક થવાનો ખતરો વધી જાય છે. જેમાં ઘણા પ્રકારની જાહેરાત જોવા મળે છે. જેને સબ્સક્રાઈબ કરવા માટે કહેવામાં આવે છે અને આ કરવાથી યુઝર્સ પાસેથી તેમની અંગત માહિતી માગવામાં આવે છે. એક રીપોર્ટ પ્રમાણે, આ ખોટા મેસેજ વધારે પ્રમાણમાં શુભેચ્છાઓ સાથે જોડાયેલા હોય છે. જેના પર ક્લિક કરતા જ તે જોવા મળતા નથી.

પહેલા પણ વાયરલ થયા હતા મેસેજ

આ પ્રથમ વખત નથી કે, હેકર્સ આ પ્રકારના મેસેજનો સહારો લઈ યુઝર્સને છેતરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના મેસેજ ડીસેમ્બર 2019 અને વર્ષ 2018માં પણ વાયરલ થયા હતા. જેમાં વોટ્સએપ પર ફ્રી ADIDASના શુઝ આપવાનો દાવો કર્યો હતો. તદઉપરાંત ફેસ્ટિવ સેલ દરમિયાન પણ હેકર્સે ખોટી ઓફર્સનો સહારો લઈ વોટ્સએપ પર મેસેજ મોકલ્યા હતા. આ ફેક મેસેજમાં એમેજોન અને ફ્લિપકાર્ટના સેલની ઓફર્સ કરવામાં આવી હતી અને તેની સાથે પણ એક ખોટી લિંક આપવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ એપ્લીકેશન વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે, જેથી હેકર્સ તેનો સરળ રીતે આશરો લઇને યુઝર્સને છેતરી શકે છે.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV