GSTV

રાજકોટ: એક્સપાયર્ડ થયેલી આયુર્વેદીક દવાઓ નવા પૈકીંગમા પેક કરી વેચવાનું કૌભાંડ, સાતમું પાસ શખ્સ પોતાની જાતને ડોક્ટર સમજતો

Last Updated on September 4, 2021 by Pravin Makwana

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા પરેશ પટેલના મકાન અને ગોડાઉનમાં શહેર એસઓજીએ રેઇડ કરતા અલગ-અલગ 15 બ્રાન્ડની આયુર્વેદીક દવાઓ તથા અલગ-અલગ સ્ટીકરો મળી આવ્યા હતા.

જેથી પોલીસે તાત્કાલિક જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી દવા અને સીરપના જથ્થાની ખરાઇ કરાવી હતી. જેમાં કુલ 21 લાખ 25 હજાર 200નો શંકાસ્પદ દવા સીરપનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમ્યાન પરેશભાઇ પટેલના પત્ની મીનલબેનના નામે ઓશો કલીનીકમાં પણ રેઇડ કરી કીમત રૂ.1,59,355- કીમતનો વધુ શંકાસ્પદ દવાનો જથ્થો મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ને સ્થળ પર બોલાવી સેમ્પલીંગ કરાવામાં આવ્યું છે.

જે સ્ટીકર પ્રીન્સ નામના ગ્રાફિક ડિઝાઇનરે તૈયાર કર્યું હતું. જેથી વ્રજરાજ ઓર્ગેનિકસના માલીક ઉપેન્દ્રભાઇ નાથાણીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં પોલીસે ડોકટર પરેશભાઇ પટેલ, પત્ની મીનલબેન તેમજ ગ્રાફીક ડિઝાઈનર પ્રિન્સ દઢાણીયાની ધરપકડ કરી છે. અહીં મહત્વનું છે કે, આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છે. પરેશ પટેલે ગેઝેટમાં સોગંદનામું કરી ”Dr.” ને બદલે પોતાના નામમાં જ સુધારો કરું ”ડોકટર પરેશ પટેલ” લખાવ્યું છે. જોકે તેમના પત્ની પણ ડોક્ટરને લગતી કોઈ ડીગ્રી ધરાવતા નથી ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!