GSTV
Home » News » આધાર પાસવર્ડના નામે આવી રહ્યાં છે ફેક મેલ, લિંક પર ના કરો ક્લિક

આધાર પાસવર્ડના નામે આવી રહ્યાં છે ફેક મેલ, લિંક પર ના કરો ક્લિક

આજકાલ બધા લોકો પાસે ઓળખ સ્વરૂપે આધાર કાર્ડ છે અને તેનો ઉપયોગ ઘણાં સરકારી- બિન સરકારી કામોમાં થાય છે. સરકારે કેટલાંક દિવસો પહેલાં ઈ-આધાર અને મોબાઈલ આધારને પણ મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ તમે યૂનિક આઈડેન્ટિફીકેશન ઑથોરીટી ઑફ ઈન્ડિયા (UIDAI)ની વેબસાઈટ પર જઇ સીધા પીડીએફ ફોરમેટમાં પોતાનું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

છેલ્લા કેટલાંક દિવસોથી યુઝર્સની પાસે મેઈલ અન મેસેજ આવી રહ્યાં છે કે તેના આધાર કાર્ડના પીડીએફની ફાઈલનો પાસવર્ડ બદલી નાખવામાં આવ્યો છે. આ મેસેજમાં લખ્યું છે, આધાર કાર્ડ માટે હવે પાસવર્ડ બદલી નાખવામાં આવ્યો છે. હવે યુઆઈડીએઆઈની નવી માર્ગદર્શિકા મુજબ નવું આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે પાસવર્ડમાં 8 અંક હશે. જમાં પહેલા 4 અંકમાં કાર્ડ હોલ્ડરનું નામ અને બાકી 4 અંકમાં કાર્ડ હોલ્ડરની જન્મતારીખ હશે. યોગ્ય ફોર્મેટ જાણવા માટે ક્લિક કરો. આ મેસેજની સાથે એક લિંક પણ હોય છે, જેની પર ક્લિક કરવા માટે યુઝરને કહેવામાં આવે છે.

આવા પ્રકારના મેઈલ અંગે માહિતી લેવા માટે જાણીતી વેબસાઈટે UIDAIના સત્તાધિકારીને પૂછ્યું તો સત્તાવાળાઓએ લેખિત જવાબ આપતા કહ્યું, ‘ધ્યાનમાં રાખો, આવા કોઈ પણ પ્રકારના મેઈલ UIDAI તરફતી મોકલાતા નથી. એટલે મહેરબાની કરીને આવા પ્રકારના મેઈલમાં પહેલા જોઈ લેવુ કે મેઈલ કયાંથી મોકલવામાં આવ્યો છે, આવા કોઈ પણ પ્રકારના ફેક મેઈલમાં મોકલેલી લિંક પર ક્લિક ના કરો.’

જોકે, આ બાબત સાચી છે કે છેલ્લાં કેટલાંક સમયથી UIDAIએ આધાર કાર્ડની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. પહેલા ઈ-આધાર ડાઉનલોડ કરવા માટે યુઝરે ફક્ત પોતાનો પિન કોડ નાખવો પડતો હતો. પરંતુ હવે યુઝરે પોતાના નામના પ્રારંભિક 4 અક્ષર અને જન્મતારીખ નાખવાની હોય છે. આ અંગે UIDAIની સત્તાવાર વેબસાઈટ (https://eaadhaar.uidai.gov.in) પર પૉપઅપની સાથે આ માહિતી ઉદાહરણની સાથે આપવામાં આવી છે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!