GSTV

અખિલેશ યાદવના ટ્વિટર પર છે સૌથી વધારે નકલી ફોલોઅર્સ, શું હાલત છે મોદી, શાહ અને રાહુલ ગાંધીની

આજના જમાનામાં સફળતાના માપદંડો પણ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સંખ્યાના આધારે નક્કી થાય છે. ટ્વિટર પર કેટલા ફોલોઅર્સ છે, ફેસબુક પેજ પર કેટલી લાઇક્સ છે, તેના આધારે નક્કી થાય છે કે, વ્યક્તિની લોકપ્રિયતા કેટલી છે. દરેક ચૂંટણી બાદ આ વાત વધારે સાબિત થાય છે કે, સોશિયલ મીડિયા પર નેતાઓની હાજરી તેમને વધારે લોકપ્રિય બનાવે છે.

ટ્વિટરનું નામ ફોલોઅર્સની દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વનું ગણાય છે. એટલે જ નેતાઓ ફોલોઅર્સની સંખ્યા વધારવા જાત-જાતનાં પેંતરાં અજમાવે છે. એક વેબસાઇટ ટ્વિટરના ફોલોઅર્સ વિશે માહિતી આપે છે કે, આમાંના કેટલા અસલી છે અને કેટલા નકલી. twitteraudit.com એક ફ્રી પ્લેટફોર્મ છે અને તેનો ઉપયોગ આખી દુનિયામાં થાય છે. તો તમે પણ અહીં જુઓ, આપણ કયા નેતાના કેટલા ફોલોઅર્સ નકલી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2.27 કરોડ ફોલોઅર્સ છે. ટ્વિટર ઑડિટની વેબસાઇટ અનુસાર તેમના 17.9 ટકા એટલે કે 93 લાખ ટ્વિટર ફોલોઅર્સ નકલી છે.

ફેક ફોલોઅર્સની બાબતમાં જે નેતાએ બાજી મારી છે તે છે સમાજવાદી પાર્ટીના મુખિયા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ. ટ્વિટર પર તેમને 1.05 કરોડ લોકો ફોલો કરે છે. અને આ વેબસાઇટ અનુસાર તેમાંથી 70 ટકા ફોલોઅર્સ નકલી છે.

યૂપીના હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 63 લાખ ફોલોઅર્સ છે અને આ વેબસાઇટ અનુસાર તેમના 8.7 ટકા એટલે કે, લગભગ 39,700 ફોલોઅર્સ નકલી છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર પર 1.71 કરોડ ફોલોઅર્સ છે, પરંતુ તેમાં અડધા કરતાં વધારે નકલી છે. 66.7 ટકા એટલે કે, લગભગ 91 લાખ નકલી ફોલોઅર્સ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના કુલ 27 લાખ ફોલોઅર્સ છે તેમાંથી 11 લાખા એટલે કે 45 ટકા ફોલોઅર્સ નકલી છે.

કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીના 17.2 ટકા ફોલોઅર્સ નકલી છે. તેમના 1.19 કરોડ ફોલોઅર્સ છે જેમાંથી 15 લાખ ફોલોઅર્સ નકલી છે. આ સિવાય રાજનાથ સિંહના 63.3 ટકા, મમતા બેનર્જીના 42.5 ટકા, અરવિંદ કેજરીવાલના 29 ટકા ફોલોઅર્સ નકલી છે.

Read also:

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!