GSTV
Gujarat Government Advertisement

Driving License/ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ નકલી તો નથી! આ રીતે કરો ઓનલાઇન ચેક, જાણો કેવી રીતે કરશો નવા માટે એપ્લાય

Last Updated on May 12, 2021 by Damini Patel

દેશમાં ડ્રાઇવિંગ કરવા માટે લાઇસન્સ હોવું અનિવાર્ય છે. હાલના સમયમાં ડ્રાયવિંગ લાઇસન્સ જરૂરી પણ છે, કારણ કે દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ છે. જગ્યા જગ્યાએ નજર હોય છે. એવામાં ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે લાઇસન્સ બનાવો છો તે અસલી છે નકલી. જો તમે ચેકીંગ દરમિયાન પકડાઈ જાઓ તો આ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. એવામાં જરૂરી છે કે સમય રહેતા તમારા લાઇસન્સની તપાસ કરાવી લેવો. આજે અમે તમને જણાવી રહ્યા છે કે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય.

ડ્રાઇવિંગ લાઇસન્સ નકલી અથવા અસલી ચેક કરવા માટે અપનાઓ આ સરળ રીત

  • સૌથી પહેલા તમે https://parivahan.gov.in વેબસાઈટ પર લોગઈન કરો
  • લોગ ઈન થયા પાછો ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરો
  • ક્લિક કરતા જ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ રિટેલ સર્વિસ ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરો
  • સિલેક્ટ સ્ટેટ ઓપ્શન પર જઈ પોતાના રાજ્યની પસંદગી કરો
  • આ પેજ ખુલવા પર તમને ડ્રાઇવિંગ લાઇસન્સ વિકલ્પ જોવા મળશે
  • ત્યાર પછી ઓન ડ્રાઇવિંગ લાઇસન્સ ઓપ્શન પર જાઓ
  • પછી કન્ટિન્યુ કરો
  • જે પેજ ખુલશે એના પર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, જન્મ તિથિ સહીત અન્ય ડીટેલ ભરો. પછી ગેટ આઈડી ડીટેલ પર ક્લિક કરી દો

જો તમારું લાઇસન્સ અસલી છે તો તમારી તમામ જાણકારી આવી જશે,, અને જો જાણકારી નહિ આવી તો સમજી જાઓ કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ નકલી છે.

ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવી

  • સારથી વેબસાઇટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • સ્ક્રીન પર આપેલી સૂચના અનુસાર ફોર્મ ભરો.
  • હવે સબમિટ કરવા માટે વિકલ્પ પર ક્લિક કરો.
  • આવેદનપત્ર સાથે વયનો પુરાવો, સરનામાંનો પુરાવો અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશન પૂર્ણ થયા પછી તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ મેસેજ મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!