GSTV

અમદાવાદમાં અસલી હીરાને બદલે નકલી હીરા પધરાવીને 12 લાખ 50 હજારની કરી છેતરપિંડી

અમદાવાદના શાહીબાગમાં અસલી હીરાને બદલે નકલી હીરા પધરાવીને 12 લાખ 50 હજારની છેતરપિંડી કરવામાં આવી છે. શાહીબાગ વિસ્તારના વસંતવિહાર ટાવરમાં રહેતા મુકેશ બાગરેચ 1લી મેના દિવસે સર્કિટ હાઉસ નજીક મોર્નિંગ વોક કરી રહ્યાં હતાં. તે દરમિયાન એક મહીલા અને બે પુરુષોઓએ જય જીનેન્દ્ર કહીને ઉભા રાખ્યા હતાં અને તેમની સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેમના દીકરાનો અકસ્માત થયો છે તેની હાલત ગંભીર છે. એટલે તેની સારવાર માટે રૂપિયાની જરૂર છે.

જો કે આ ત્રણ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ પોતાનો પરિચય આપતા કહ્યું હતું કે તેનું નામ ઉદયરાજ છે અને તેની પાસે લગભગ 2 હજાર નંગ જેટલા કિંમતી હિરા પડ્યાં છે પરંતુ અમદાવાદમાં કોઇ વેપારી તેમને ઓળખતા ન હોવાથી તે વેચવા જઇ શકતા નથી. જેથી આ હીરામાંથી બે હીરા મુકેશભાઇને આપીને ખરાઇ કરવા જાણ કરી હતી. જો કે આ બંન્ને હીરા કિંમતી હોવાનું સાબિત થયું હતુ. જેથી મુકેશભાઇએ રૂપિયા 12 લાખ 50 હજારમાં બીજા 200 હિરા ખરીદવાની તૈયાર બતાવી હતી. જો કે આરોપીઓએ 200 હીરા આપીને રૂપિયા લઇ ફરાર થઇ ગયાં હતાં. હિરાની ખરાઇ કરાઇ ત્યારે જાણ થઇ હતી કે હીરા નકલી છે. જેથી તેમણે શાહીબાગ પોલીસનો સંપર્ક કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana

પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીને આ દેશ સાથે જે કર્યું તે અત્યાર સુધીનો સૌથી મોટો કાંડ છે

Mayur

હવે પુરા કપડાં પહેરવા લાગી છે સની લિયોની, નવા અંદાજ પાછળનું આ છે કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!