GSTV
Home » News » નકલી જીરૂ બનાવવાનું કારસ્તાન ઝડપાયુ, 1500 કિલો જથ્થો કબજે

નકલી જીરૂ બનાવવાનું કારસ્તાન ઝડપાયુ, 1500 કિલો જથ્થો કબજે

મહેસાણાનું સ્પાઈસ સીટી એટલે કે ઊંઝાનું જીરું વિશ્વમાં અનેક જગ્યાએ નિકાસ થાય છે. અને તેને જ કારણે ઊંઝાનું સમગ્ર વિશ્વમાં નામ છે. પરંતુ આ નામને કેટલાક નકલી જીરું બનાવીને બદનામ કરી રહ્યાં છે. ઉનાવા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઉનાવા  નજીકથી વરીયાળીમાંથી નકલી જીરું બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને ૧૫૦૦ કિલો નકલી જીરુંનો જથ્થો જપ્ત કર્યો છે.

દુનિયાભરમાં ઊંઝાનું જીરું પ્રખ્યાત છે. દુનિયામાં કરોડો ઘરોમાં ઊંઝાનું જીરુંની અનોખી સોડમ પ્રસરાવે છે. પરંતુ આ સોડમને કેટલાક તત્વો બગાડી રહ્યાં છે. ઊંઝાના ઉનાવાથી ઐઠોર રોડ પર સિદ્ધિ વિનાયક એસ્ટેટમાંથી નકલી જીરું બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઉનાવા પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. દરમિયાન સ્થળ પર અખાદ્ય જીરું મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ સ્થળ પર પહોચી તપાસ કરી હતી. અને જીરુંના નમુના લીધા હતા.

નકલી જીરૂમાં ક્યા ક્યા તત્વોની થતી હતી ભેળસેળ ?

તપાસ દરમ્યાન સ્થળ પરથી ઝીણી વરીયાળી, બ્રાઉન પાવડર અને ગોળની રસીના બેરલ મળી આવ્યા હતા. અને આ પાવડરથી વરીયાળીને જીરૂનો રંગ આપ્યો હોવાનું જણાઈ આવ્યું.. સ્થળ પરથી લગભગ ૧૫૦૦ કિલો નકલી જીરૂનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. દરોડા પડ્યા ત્યારે ગોડાઉનનો મૂળ માલિક ફરાર થઇ ગયો હતો.

રૂ.1200ના ભાવની વરિયાળી વેંચાતી રૂ.3500 સુધીની ભાવમાં

આ કૌભાંડની તપાસમાં સામે આવ્યું કે રૂ.૧૨૦૦ ના ભાવની વરીયાળી પર બ્રાઉન પાવડર અને ગોળની રસી લગાવીને જીરું જેવો કલર કરી દેવાતો હતો. અને હાલમાં રૂ.૩૦૦૦ થી ૩૫૦૦ ના ભાવના જીરુંમાં ભેળસેળ કરવામાં આવતી હતી. જેથી જીરુંમાં વધુ નફો મેળવી શકાય. આ ફેક્ટરી કોની છે અને  કોને કોને વેચાણ કરતા હતા તેની તપાસ હાથ ધરાઈ છે.

વેપારીઓ ઉ૫ર શંકાની સોય, વિસ્તૃત તપાસ જરૂરી

નકલી જીરું બનાવનારા સામે કાર્યવાહી તો થઇ રહી છે. પરંતુ, તંત્ર પણ આટલેથી જ સંતોષ માનતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર એમ કહે છે કે, આ નકલી જીરું અસલી જીરુમાં ભેળવવામાં આવતું હોય છે. ત્યારે ઊંઝાના વેપારીઓની દાનત પર શંકા ઉઠી છે. નકલી જીરુંનો અસલી જીરુમાં ભેળસેળ કરવામાં ઉપયોગ કરતા વેપારીઓની પણ તપાસ થાય તે જરૂરી છે.

Related posts

હવે ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે ધ્યાનમાં રાખવી પડશે આ બાબત, સરકાર લાવી રહી છે આ નિયમ

Arohi

એંડ્રોયડ ફોનમાં છે 193 ખામીઓ, વિશ્વાસ નહીં આવે… જરા પણ સિક્યોર નથી તમારો ફોન

Arohi

આમીર ખાન સાઉથના એ એક્ટર સાથે ફિલ્મ બનાવી રહ્યો છે જેની એક્ટિંગને બોલિવુડ પણ લોઢુ માને છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!