GSTV

Covid-19 વેક્સિનેશનના 15 કરોડ યુઝર્સના ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે, જાણો આ ખબર પાછળનું સત્ય

ડેટા

Last Updated on June 11, 2021 by Damini Patel

ભારતના વેક્સિન રજીસ્ટ્રેશન પોર્ટલ CoWin હેક થવાની ખબર પુરી રીતે ફેક છે. થોડા કલાક પહેલા ટ્વીટર પર હેકર Baptiste રોબર્ટ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી કે કોવિન પોર્ટલને હેક કરી લેવામાં આવ્યું છે અને ડાર્ક વેબ પર એના ડેટા વેચવામાં આવી રહ્યા છે. પરંતુ સાઇબર એક્સપર્ટ રાજશેખર રાજહરીયાએ એની પુષ્ટિ કરતા કહ્યું કે, આ ખબર પુરી રીતે ફેક છે. રોબર્ટ કહ્યું, DarkTracerનો હવાલો આપતા આ ટ્વીટને રીટ્વીટ કર્યું.

સાઇબર રિસર્ચર રાજશેખરએ ટ્વીટ કરી કહ્યું, કોવિન પોર્ટલ હેક થયું નથી. કેટલાક ફેક DarkwebLeakMarketએ પુષ્ટિ કરી રહ્યા છે કે ભારતના 150 મિલિયન કોવિડ 19 વેક્સિનેટેડ લોકોના ડેટા વેચવામાં આવી રહ્યા છે. એવામાં એ પુરી રીતે ફેક છે. આ એક બીટકોઈન સ્કેમ છે. માટે એની કોઈ પણ ખબર પર વિશ્વાસ ન કરો. સ્ક્રીનશોટ ચેક કરો. આ તમામ ફેક લિક્સ છે.

DarkTracerએ કર્યું ફેક ટ્વીટ

જણાવી દઈએ કે ફેક જાણકરીની શરૂઆત DarkTracer ટ્વીટર એકાઉન્ટ માટે હતી. આ એકાઉન્ટમાં જો ટ્વીટ કરવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના લગભગ 150 મિલિયન Vaccinated લોકોના ડેટા લીક થઇ ગયા છે અને એને ડાર્ક વેબ પર વેચી શકાય છે. આ ડેટાની કિંમત 800 ડોલર છે. યુઝર્સના ડેટામાં જે જાણકારી શામેલ છે એમાં નામ, મોબાઈલ નંબર, પિન, લોકેશન સામેલ છે. અંતમાં એમાં એક મેસેજ પણ આપવામાં આવ્યો હતો. અમે આ ડેટાના ઓરીજનલ લિકર નથી પરંતુ અમે આને Resale કરી રહ્યા છે. જણાવી દઈએ કે DarkTracer એક ક્રિમિનલ ઇન્ટેલિજન્સ પ્રોફાઈલિંગ પ્લેટફોર્મ છે.

હેકરે પછી ટ્વીટ કર્યું ડીલીટ

DarkTracerના ટ્વીટને રીટ્વીટ કરતા હેકરે Baptiste રોબર્ટ પણ એની પુષ્ટિ કરી હતી કે કોવિડ પોર્ટલના ડેટા લીક થઇ ગયા છે. પરંતુ ઘણા બધા ફેક્ટ ચેક અને સાઇબર રિસર્ચર રાજહરીયાના ટ્વીટ પછી રોબર્ટ પોતાની તમામ ટ્વીટ જ ડીલીટ કરી દીધી છે. હાલ રોબર્ટના પેજ પર આ પ્રકારની કોઈ ટ્વીટ જોવા મળી રહી નથી.

Read Also

Related posts

મોટી જાહેરાત/ હાઈવે પર આવેલા ઢાબા પર ખોલી શકાશે પેટ્રોલ પંપ, ઢાબા માલિકોને પેટ્રોલ પંપ અને શૌચાલય ખોલવાની મંજૂરી આપશે

Pravin Makwana

HEALTH/ બ્રેકફાસ્ટમાં આ હેલ્ધી ફુડ્સને ટ્રાય કરો, સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહેશે

Damini Patel

આદેશ/ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જમાઈ સાથે રહેતી સાસુ વળતર માટે છે હકદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!