GSTV

બનાવટી એટીએમ કાર્ડ બનાવી રૂપિયા ઉપાડી લેતી આંતર- રાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

Last Updated on September 20, 2020 by

એટીએમ મશીનમાં રહેલા કાર્ડ રીડરની ચોરી કર્યા બાદ ડેટા ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંક ખાતાઓમાંથી રૂપિયા ઉપાડી લેતી આંતર- રાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ રીતે આચરવામાં આવેલ કુલ દસ જેટલા ગુણાઓનો ભેદ ઉકેલી કાઢ્યા છે.

આ સાથે રાજ્ય બહાર પણ ચાર જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. મૂળ બિહારના બીટ્ટુ કુમાર ભૂમિહાર, હિમાંશુ શેખર, મુરારી કુમાર પાંડે સહિત સોનુશીંગ ભૂમિહાર નામના આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક લેપટોપ,પાંચ કાર્ડ રીડર,છ મોબાઈલ, બે ડેટા ક્લોન કરવાના સ્કીમર, ત્રણ નંગ સ્ક્રુ ડ્રાયવર,દસ એટીએમ કાર્ડ,સ્ક્રુ ડ્રાયવર ટુલ્સ બોક્સ ઉપરાંત કેબલ, વાયર, ટેપ સહિત રોકડ રકમ મળી કુલ 3,37,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!