GSTV
Home » News » ગૂગલ પ્લે સ્ટોરમાંથી ના કરો આ એપ્સ ડાઉનલોડ, થાય છે છેતરપિંડી

ગૂગલ પ્લે સ્ટોરમાંથી ના કરો આ એપ્સ ડાઉનલોડ, થાય છે છેતરપિંડી

બિલકુલ અસલી એન્ટી વાયરસ અને રિમૂવલ એપ જેવો દેખાનારો વાયરસ ક્લીનર અને એન્ટી વાયરસ સિક્યોરિટી જેવા નામો વાળી એપ ગૂગલ પ્લે પર હાજર છે અને તેને એક લાખથી વધારે વાર ડાઉનલોડ પણ કરવામાં આવી છે.

સિક્યુરિટી લેબ્સે રિપોર્ટને લઈ જાણકારી આપી છે કે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર આ એપ બિલકુલ અસલી એપની નકલ છે અને સ્કેન ડિવાઈસ ઓફ વાયસેસ જેવા ફંક્શન પણ છે, પરંતુ આ નકલી એપનો મુખ્ય ઉદ્દેશ જાહેરાત બતાવવી અને ડાઉનલોડની સંખ્યા વધારવી છે.

આઈટી કંપનીએ એક નીવેદનમાં કહ્યું, આ એપ્સમાં કોઈ એવી એન્જિન અથવા સ્કેનની ક્ષમતા નથી હોતી, પણ તેની જગ્યા પર એપ્સની એક પ્રીડિફાઈંડ સૂચના હોય છે. જેને મેલિસિયસ અથવા ક્લીન માર્ક કરવામાં આવી છે. આ નકલી એપ્સમાં કોઈ સ્કેનિંગ અથવા કોઈ સુરક્ષાને લઈ ઓળખ માટે ક્ષમતા નથી. આ એપ્સ ખાલી વાયરસની ખોટી માહિતી આપે છે અને યુઝર્સને ખોટી નોટિફિકેશન આપે છે અને તેનું મુખ્ય કામ યુઝર્સને તે બહાને જાહેરાત બતાવવી છે.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!