GSTV
Home » News » ગુજરાતની કચ્છ સરહદે વધી સુરક્ષા, નાપાક પાકિસ્તાનનાં તમામ ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ

ગુજરાતની કચ્છ સરહદે વધી સુરક્ષા, નાપાક પાકિસ્તાનનાં તમામ ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ

કરાંચીથી 1600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ પકડાતા પહેલાં 135 પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા. આ પેકેટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં કવાયત હાથ ધરાઇ છે.. જે માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છ સરહદેથી એક સમાચાર લગભગ દરરોજ સાંભળવા મળી રહ્યા છે…અને આ સમાચાર છે ડ્રગ્સ મળી આવવાના.

કચ્છ સરહદ પર હવે સતર્કતા વધારી દેવાઇ છે…જેના કારણે દુશ્મન દેશ પાકિસ્તાનની દેશમાં નશાનો સામાન ઘુસાડવાની કારસ્તાની સામે આવી રહી છે. હાલમાં કચ્છ સીમા પર જખૌના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ છેકે ડ્રગ્સના હેન્ડલર્સે બે સેટેલાઇટ ફોન અને 135 જેટલા ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેકી દીધા છે. આરોપીઓની કબુલાત બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે..

ડ્રગ્સના પેકેટ અને સેટેલાઇટ ફોન શોધવાની કવાયત હાથ ધરવામાં આવી. નોંધનીય છેકે કરાંચીથી 1600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ ભારતની સુરક્ષા એજન્સીની ચુંગાલમાં ફસાતા પહેલાં 135 પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા. હાલમાં આ પેકેટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં મથામણ ચાલી રહી છે.

ત્યારે દરિયામાં ફેંકાયેલા પેકેટોને શોધવા માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.જોઈન્ટ સર્ચ ઓપરેશનમાં કુલ 10 ટીમો બનાવાઈ છે. 10 ટીમો ક્રિકના 5થી 7 કિમીના વિસ્તારો વિભાજિત કરીને શોધખોળ કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે ત્યારે દરિયામાં 130 જેટલા પેકેટ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

READ ALSO

Related posts

પીએમ મોદી 22થી 26 ઓગસ્ટે જશે વિદેશ પ્રવાસે, આ દેશ કરશે સૌથી મોટુ સન્માન

Mansi Patel

18 વર્ષીય યુવા સાઈકલિસ્ટ ઈસો અલબેને રચ્યો ઈતિહાસ, આ કાર્ય કરીને બન્યો પ્રથમ ભારતીય

Path Shah

ટ્રેનમાં ચોરી કરવાની ગઠિયાઓની નવી ટ્રિક, તમારી આંખ સામેથી સામાન ગાયબ થઇ જશે અને તમે જોતા રહી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!