GSTV
Gujarat Government Advertisement

વડોદરાવાસીઓ રવિવારે અંદાજિત એક કરોડ કરતાં વધુ રૂપિયાના ફાફડા જલેબીની જ્યાફત માણશે

Last Updated on October 24, 2020 by

સંસ્કારી નગરી વડોદરામાં રવિવારે અંદાજિત એક કરોડ કરતાં વધુ રૂપિયાના ફાફડા જલેબીની જ્યાફત શહેરીજનો માણશે. આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામ ધંધા રોજગાર પર અસરો પડી છે. જેમાં ખાણીપીણીનું બજાર પણ બાકાત નથી. રવિવારે ફાફડા જલેબીના બજારો પર પણ મંદીની અસર પડે તો નવાઈ નથી. દર વર્ષે ફાફડા જલેબી બનાવવા માટે ખાસ રાજસ્થાનથી કારીગરો આવતા હોય છે.

ઉત્પાદન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી

જો કે આ તેઓને પણ કોરોના નડ્યો છે. પરંતુ તમામ વાતોની વચ્ચે રવિવારે લોકો ઘરોમાં રહીને પણ ફાફડા જલેબી ઝાપટી જશે તે નક્કી છે..વેપારીઓ દ્વારા પણ ખાસ સોશીયલ ડિસ્ટન્સ સાથે ઉત્પાદન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે નોમની રાત્રે ગરબે ઘુમ્યા બાદ મોટી સંખ્યામા લોકો ફાફડા જલેબી ખાવા માટે જતા હતા. જો કે આ વર્ષે લોકો ફાફડા જલેબી ખાવા જશે કે કેમ તે એક સવાલ છે. શહેરમાં 300 કરતા વધુ ફરસાણની દુકાનોના વેપારીઓ દ્વારા ફાફડા જલેબી બનાવીને વેચશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!