GSTV
ANDAR NI VAT

કેબિનેટ મંત્રીઓની સૂચિ લઈને ફડણવીસ દિલ્હી રવાના

30મી જુને મહારાષ્ટ્રની નવી સરકાર રચાઈ. તે દિવસે એકનાથ શિન્દેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

આજે એ વાતને સવા મહિનો થઈ ગયો. સવા મહિનો વીતી ગયો હોવા છતાં હજુ મહારાષ્ટ્રમાં કેબિનેટ રચના થઈ નથી તે દર્શાવે છે કે ફડણવીસ અને શિન્દે વચ્ચે ઓલ ઇઝ વેલ નથી. મંત્રાલયો માટે શિન્દેજૂથ અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બંને નેતાઓ અનેક વખત દિલ્હીના ધક્કા ખાઈ ચૂક્યા છે.

ફાઇનલી આજે દેવેન્દ્ર ફડણવીસ એકલા ભાવિ મંત્રીઓનું લિસ્ટ લઈને દિલ્હી ગયા છે. જ્યારે એકનાથ શિન્દે તેમની સાથે ગયા નથી. શિન્દેની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાચે તબિયત ખરાબ છે કે પછી ફડણવીસ જોડે મતભેદ હોવાથી તેઓ દિલ્હી ગયા નથી તે વિશે રાજકીય વર્તુળોમાં મોઢા એટલી વાતો થઈ રહી છે. શિન્દે અને ફડણવીસની જુગલજોડીથી બનેલી સરકાર લાંબું ખેંચે એવા લક્ષણ દેખાઈ રહ્યા નથી.

Related posts

બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ હતાશામાં આ શું બાફી માર્યું?

Binas Saiyed

નીતીશકુમારને પીએમ પદના સપનાં દેખાડતા તેજસ્વીને મુખ્યમંત્રી બનવાની ઉતાવળ

Hardik Hingu

કયા-કયા નેતા 2024માં નરેન્દ્ર મોદી સામે પડકાર બની શકે છે?

Binas Saiyed
GSTV