GSTV
Home » News » મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટેના એક્ઝિટ પોલ્સનાં પરિણામો જાહેર થયા છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલનો અંદાજ છે કે ભાજપ-શિવસેના જોડાણને કુલ 230 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને જબરદસ્ત નુકસાન થતુ દેખાઈ રહ્યુ છે. આ ગઢબંધનને માત્ર 48 બેઠકો મળવાનું અનુમાન છે. આમ, લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએ સરકાર અકબંધ રહેવાની ધારણા છે.

ટાઇમ્સ નાઉના સર્વે મુજબ ભાજપ-શિવસેના ગઠબંધનને કુલ મતના. 54.20%, કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનને 29.40% અને અન્યને 16.40% મત મળવાની ધારણા છે.ઇન્ડિયા ટુડે-માય એક્સિસ ઇન્ડિયાના સર્વે મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધનને 45%, કોંગ્રેસ-એનસીપીને 35% અને અન્ય પક્ષોને 20%  મત મળવાની સંભાવના છે.

મહારાષ્ટ્ર -કુલ બેઠક 288

સર્વેભાજપકોંગ્રેસઅન્ય
સી વોટર2046915
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા166-19472-9010
ટાઈમ્સ નાઉ2304810
ન્યૂઝ 182434104
ટીવી 9 મહારાષ્ટ્ર1977516

2014 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યુ હતુ, પરંતુ તે પોતાના દમ પર સરકાર બનાવી શકી ન હતી. આ કારણે તેમને શિવસેનાનો ટેકો લેવો પડ્યો હતો. આ વખતે શિવસેના અને ભાજપ બંને મળીને ચૂંટણી લડી રહ્યા છે. આને કારણે ભાજપ અને શિવસેનાના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમની પાર્ટી મોટી બહુમતીથી સરકાર બનાવવામાં સફળ રહેશે.

એક્ઝિટ પોલ 2019

જ્યારે, અંદરનાં ઝઘડા સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ અને મોટા નેતાઓનાં જવાથી પરેશાન એનસીપી પણ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં એનસીપીના પ્રમુખ શરદ પવારે જોરદાર દમ લગાડ્યો છે અને તેમનો દાવો છે કે કોંગ્રેસની સાથે એનસીપી ઉલટફેર કરવામાં સફળ રહેશે.

READ ALSO

Related posts

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

આ બે નેતાઓના કારણે શિવસેનાનું સત્તા મેળવવાનું સપનું ‘સપનું’ જ બનીને રહી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!