GSTV

મોદીએ સેનાને છૂટ આપતાં ઘાયલ જવાન પાટાઓ સાથે લડવા નીકળ્યો, જાણો શું છે આ હકિકત

Last Updated on February 19, 2019 by

ગત 14 ફેબ્રુઆરીએ કાશ્મીરનાં પુલવામા માં થયેલા આતંકી હુમલા બાદ સોશ્યલ મીડિયા પર સૈનિકો પ્રત્યેનો પ્રેમ છવાય ગયો છે. આજકાલ સોશ્યલ મીડિયા પર એક ઘાયલ સૈનિકનાં ફોટા સાથેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહિ છે. આ પોસ્ટ પુલવામા હુમલા પછી સેનાને સમર્પિત કરવામાં આવી છે. આ પોસ્ટમાં સૈન્યનો જવાન ઘાયલ અવસ્થામાં જ હથિયાર સાથે જોવા મળે છે. પ્રકાશ સિંહ નામનાં શખ્સે આ ફોટો પોસ્ટ કરીને સુવાક્યો લખ્યા છે.

“સેના કે ઘાયલ જવાન કો પતા ચલતે હિ કિ સેનાકો ખુલી છુટ મિલ ગઈ,
ઇલાજ કે બીચ સે ઉઠકર દુશ્મન સે બદલા લેને અસ્પતાલ સે બાહર નિકલ આયા.
યે હૈ હમારી સેના કે જઝ્બા.
જય હિંદ, વંદે માતરમ.”

આ પોસ્ટને 13 હજાર કરતા લધારે લોકોએ શેયર કરી છે. શેયર કરવા વાળાની સંખ્યા વધી રહિ છે. જાણીતા મીડિયા સમુહે આ પોસ્ટ વિશે જાણકારી મેળવી તો માલુમ પડયું કે આ પોસ્ટ ફેક છે.

તપાસમાં શુ બહાર આવ્યું?

ફેસબુક ગૃપ “મિશન 400+(સાથ હૈ તો અભી જુડે)” પર પ્રકાશ સિંહ નામનાં એક યુઝરે આ પોસ્ટ લખી છે. કટ્ટર મોદી સમર્થક ગૃપ સાથે જોડાયેલા 51 સાથી અને અન્ય ફેસબુક ગૃપ અને Political Tamasha નામનાં પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે જ વોટ્સએપ અને ટ્વિટર પર પણ આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે.

જાણીતા મીડિયા સમુહની ફેક્ટ ચેક ટીમે જ્યારે આ પોસ્ટ વિશે તપાસ કરી તો ખબર પડી કે પોસ્ટમાં નજરે પડતો સૈનિક ભારતીય નથી. આ જવાન રશિયન સૈનિક છે. રશિયાનાં બેસલનમાં વર્ષ 2004માં શાળા પર થયેલા આતંકી હુમલાની આ ફોટો છે. ત્યારે આતંકીઓએ એક સ્કુલમાં 1100 લોકોને બંધક બનાવ્યાં હતાં. જેમાં મહત્તમ બાળકો હતાં.

તસ્વીરમાં દેખાતો રશિયન સૈનિક મૈક્સિમ એલેગ્ઝોન્ડ્રોવિક રઝુમોવસ્કી છે. શાળા પર થયેલા હુમલામાં આ સેનિક ત્રણ વખત ઘાયલ થયો હતો. જ્યારે પણ તે ઘાયલ થતો. ડ્રેસિંગ કરાવીન ફરી મિશન પર લાગી જતો. સૈનિકની હિંમત જોઈને પશ્ચિમી મીડિયાએ તેને “રશિયન ટેન્ક” નામ આપ્યું હતું.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!